કોરોના મહામારી વચ્ચે સમાજસેવા માટે હજ્જારો લોકો મેદાને આવ્યા હતા. પોલીસ, તબીબ અને પત્રકાર સહિતના કોરોના વોરિયર્સ ગણાયા છે. પણ હજુ અનેક લોકો એવા છે જેઓ પડદા પાછળ સેવકાર્યોની હારમાળા સર્જી રહ્યા છે. જેમને પણ કોરોના વોરિયારનું બિરુદ મળવું જોઈએ.
આવો જ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો હતો. જેમાં માત્ર 5 વર્ષના ટબુડિયાએ 3700 કિમી સાયકલ ચલાવી રાહતકાર્ય માટે લાખો રૂપિયા એકઠા કર્યા હતા.
કોરોના વાયરસના ચેપને રોકવા માટે સરકારે દેશવ્યાપી લોકડાઉન લાદી દીધા બાદ પાંચ વર્ષના બાળકએ કોરોના કાળમાં એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે. 5 વર્ષના બાળક, અનિશ્વરે કંચલાએ લોકોની સહાય માટે નાણાં એકત્ર કરવા 3200 કિ.મી.ની સાયકલ ચલાવી છે. બાળકે કોરોના રિલીફ ફંડ માટે 3..7 લાખનું ભંડોળ ઉભું કર્યું હતું. આ અભિયાનમાં 60 અન્ય મિત્રોએ ભાગ લીધો હતો.