સોમવારથી રાબેતા મુજબ હરરાજી સહિતની કામગીરીનો પ્રારંભ થશે
ડીઝલ ભાવ ઘટાડો, જીએસટી ઘટાડો તેમજ ટોલટેકસ નાબુદી સહિતની માંગણીઓને લઈ છેલ્લા થોડા દિવસથી ટ્રક ટ્રાન્સપોર્ટરો દેશ વ્યાપી હડતાલ પર ઉતર્યા હતા. જેમની માંગો સરકારે સ્વીકારી લેતા આખરે હડતાલનો સુખદ અંત આવ્યો છે. હડતાલનાં કારણે કરોડો પીયાના ટર્ન ઓવરો અટવાઈ ગયા હતા અને વેપારીઓ, ઉદ્યોગકારો સહિત ખેડુતોને પણ માઠી અસર થઈ હતી. આ હડતાલથી રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે કામકાજ બંધ થઈ ગયું હતુ ત્યારે હવે ટ્રાન્સપોર્ટરોની હડતાલ સમેટાતા માર્કેટીંગ યાર્ડ ફરી ધમધમતું થયું છે. અને સોમવારથી રાબેતા મુજબ હરરાજી સહિતની તમામ ગતિવિધીઓ ચાલુ થઈ જશે.
અબતક સાથેની વાતચીત દરમિયાન દલાલ મંડળના પ્રમુખ અતુલભાઈ કામાણીએ જણાવ્યું કે ટ્રક અને ટ્રાન્સપોર્ટની દેશવ્યાપી હડતાલને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઘણાખરા માર્કેટીંગ યાર્ડો છેલ્લા ચાર દિવસથી બંધ હતા ગઈકાલે ટ્રક અને ટ્રાન્સપોર્ટરોની હડતાલને લઈને સરકાર સાથે મંત્રણા કરવામાં આવી તે માટે લોકોનો સુખદ અંત આવી ગયો હોવાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં લગભગ માર્કેટીંગ યાર્ડો સોમવારથી ચાલુ થઈ જશે આવતીકાલથી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોને માલ ઉતારવા દેવામાં આવશે અને સોમવારથી તમામ જે હરરાજીઓ જે બંધ હતી તેરાબેતા મુજબ ચાલુ થઈ જશે. અત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કોઈ જણસીની આવક નહોતી.
છેલ્લા દિવસે હતુ તે પૂ થઈ ગયું હતુ અને માર્કેટીંગ યાર્ડમાં કોઈ જણસી પડતર ન હોવાથી રવિવારે ખેડુતોને જે માલની આવક થશે તેની સોમવારથી રાબેતા મુજબ હરરાજી કરવામાં આવશે.
અબતક સાથેની વાતચીત દરમિયાન માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીએ જણાવ્યું કે તાજેતરમાં ટ્રકવાળાની હડતાલથી બજાર સમિતિનો ડેઈલી વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ગઈકાલે ટ્રક એસો. તરફથી હડતાલને સમેટવામાં આવી છે. સોમવારથી માર્કેટીંગ યાર્ડ રાજકોટનું કામ રાબેતા મુજબ ચાલુ થઈ જશે ગઈકાલે જે માલ હતો તે આજ થોડો ઘણો વેચાણો છે આજે હરરાજી થઈ છે રાબેતા મુજબ પરંતુ માલ ઓછો હોવાથી અમુક જણસીમાં માલ નહોતો તેથી તેમાં હરરાજી નથક્ષ થઈ શકી બાકી જેમાં માલ આવેલો હતો તેમાં હરરાજી રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે. સોમવારથી નિયમિત થઈ જશે. અત્યારે જનરલી જોઈએ તો આવક ઓછી હોય યાર્ડમાં તેથી એટલી બધી અસર થવા પામેલ નથી.
અબતક સાથેની વાતચીત દરમિયાન શાકભાજી યાર્ડના ઈન્સ્પેકટર રસીકભાઈએ જણાવ્યું કે ટ્રાન્સપોર્ટની હડતાલ સમેટાઈ ગઈ છે.એટલે આપણો હવે રાબેતા મુજબ કામકાજ શ થઈ ગયું છે. અને આવક પણ ધીમેધીમે વધી જશે. અત્યારે ડુંગળીની આજે ૧૨૦૦ દાગીનાની આવક થઈ છે. હવે કાલથી રાબેતા મુજબ આવક વધશે હડતાલના હિસાબે બટેકા એક બહારથી ન આવતા બાકી બીજા શાકભાજી આવવાની છૂટ જ હતી નવી આવક સોમવારથી ચાલુ થઈ જશે.