- મોટાવરાછા ખાતે મોપેડ ચાલાક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો
- ડમ્પર ચાલકને નવસારી ખાતેથી ધરપકડ કરાઇ
સુરત ન્યૂઝ : સુરતના મોટાવરાછા ખાતે મોપેડ ચાલાક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો . જેમાં મોપેડ પર સાવર યુવતી ગંભીર રીતે ઘાયલ થતા તેનું મોત નીપજ્યું હતું. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થતા ઉત્રાણ પોલીસે ગુનો નોંધી આરોપી ડમ્પર ચાલકને નવસારી ખાતેથી ઝડપી પાડી ધરપકડ કરવામાં આવી હતી.
સુરત શહેરમાં માતેલા સાંઢની જેમાં ટ્રક ચલાકો બેફામ રીતે ટ્રક ચલાવી રહ્યા છે જેમાં અનેક અકસ્માતની ઘટના બનતી રહે છે અને જેમાં કેટલાક લોકોના જીવ પણ ગયા છે ત્યારે વધુ એક ઘટના સુરતના મોટા વરાછા ખાતે બનવા પામી હતી સુરતમાં મોટા વરાછા લેક ગાર્ડન પાસે પ્રતિબંધિત સમયે બેફામ દોડતા ટ્રક ચાલકે મોપેડ સાવર યુવતીને કચડી નાખી હતી ભારે વાહનોને દિવસ દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તો પણ ટ્રક ચાલકો બેફામ રસ્તા પર વાહનો ચલાવી રહ્યા છે.
સુરતના સરથાણા વિસ્તારમા રહેતી 22 વર્ષીય યુવતી તેની પિતરાઈ બહેન સાથે મોપેડ પર નીકળી હતી અને મોટા વરાછા ખાતે જતી હતી . તે દરમિયાન ત્યાંથી પસાર થતા ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારી હતી જેમાં મોપેડ પર સાવર બંને યુવતી નીચે પટકાઈ હતી અને ગંભીર રીતે ઘાયલ થઇ હતી જોકે ટ્રક ચાલાક ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો અને બંને યુવતીને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જોકે જેમાં એક યુવતી ટ્રક નીચે આવી જતા સારવાર હેઠળ ખસેડવામાં આવેલ યુવતીને ફરજ પર તબીબઓએ મૃત જાહેર કરી હતી.
જે સમગ્ર ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી જોકે યુવતિના ભાઈ દ્વારા ઉત્રાણ પોલીસમાં ફરિયાદ આપતાં પોલોસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી જેમાં ટ્રક ચાલાક ભાગી જતા પોલીસે નવસારી ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવેશ ઉપાધ્યાય