આવનારા સમયમાં પે ચેનલોનો ધંધો તુટે તેવી સંભાવના
ભારત દેશમાં ટીવી જોનાર લોકો માટે ટ્રાઈ દ્વારા જે કેબલ અને ડીટીએચ સાથે જોડાયેલા નિયમો મુજબ ગ્રાહકોને પોતાના પસંદગીના ચેનલ પસંદ કરવા માટે ૩૧મી માર્ચ જે છેલ્લી તારીખ આપવામાં આવી હતી તે પૂર્ણ થઈ ગઈ છે. બીપીઓ, ગ્રાહકોને પરવડે તેવા પ્લાનની ઓફરની ખાસ ભલામણ કરવામાં આવી હતી અને ગ્રાહકોની અનુકુળતા માટે ડેડલાઈન વધારવાની પણ હિમાયત કરવામાં આવી હતી. આવા ગ્રાહકો માટે મુદત વધારીને ૩૧મી માર્ચ કરવામાં આવી હતી પરંતુ કયાંકને કયાંક ટ્રાઈની અવધી પૂર્ણ થતા દર્શકો હેરાન-પરેશાન થઈ ગયા છે.
હાલ જેટલી પે ચેનલો દેખાડવામાં આવી રહી છે ત્યારે એવું પણ અનુમાન લગાવાય છે કે આવનારા સમયમાં તેનો ધંધો તુટી જશે અને ઘણી ખરી ચેનલો પીટાય પણ જશે પરંતુ એ વાત પણ સાચી છે કે ફ્રી ઓન એર ચેનલો હાલ ભલે પોતે મફતમાં પોતાની ચેનલ લોકો સુધી પહોંચાડતા હોય છે પરંતુ આવનારા સમયમાં તે મોંઘી પણ થશે. ટ્રાઈના આ નવા નિયમથી પબ્લીકની જે ચોઈસ હોય તે પણ છીનવાઈ ગઈ છે. અવધી પૂર્ણ થતા ઘણા લોકો ડીટીએચમાં જે જોડાવવાની સંભાવના સેવાઈ રહી હતી તે અત્યારના નહિવત થઈ ગઈ છે.
ત્યારે ટ્રાઈના નવા નિયમોની સાથોસાથ ગ્રાહકો માટે ડીટીએચ ઓપરેટરોને ગ્રાહક દ્વારા પસંદ કરેલા પ્લાન ૭૨ કલાકમાં શરૂ કરી દેવામાં આવે તેવી વાતો પણ કરવામાં આવી હતી. ચેનલની લોકપ્રિયતા અને ભાષાઓ મુજબના પેકેજ આપવાની હિમાયત પણ કરવામાં આવી છે. દેશમાં અત્યારે ૧૦ કરોડ કેબલ સર્વર ટીવી અને ૬.૭ કરોડ ડીટીએચ ટીમ હયાત છે જેમાંથી ૬૫ ટકા કેબલ સર્વિસ ગ્રાહકો અને ૩૫ ટકા ડીટીએચ ગ્રાહકો પોતાની પસંદગીની ચેનલો પસંદ કરી ચુકયા છે ત્યારે ટ્રાઈએ સ્પષ્ટ આદેશ આપી અગાઉની ૨૯ ડિસેમ્બર ૨૦૧૮ની ચેનલ પસંદ કરવાની છેલ્લી તારીખ વધારીને ૩૧ માર્ચ કરવામાં આવી હતી ત્યારે દેશભરમાં ટ્રાઈના નવા નિયમો અંતર્ગત ગ્રાહકોને હવે પોતાની પસંદગીની ચેનલો માટે અનુકુળતા આપવામાં આવશે.
ટ્રાઈ દ્વારા ૧૯ કરોડ ટીવી વપરાશકારોને નવા નિયમમાં આવરી લેવામાં આવ્યા છે જેમાં ગ્રાહકોને પોતાની પસંદગીની ચેનલોના જ પૈસા ચુકવવાના આદેશથી મોટી રાહત થઈ છે પરંતુ તે વાત પણ સાચી છે કે પહેલા કેબલ ઓપરેટરો દ્વારા જે રીતે ઓછા ખર્ચમાં વધુ ચેનલો આપવામાં આવતી તેની હવે પસંદગી લોકોએ કરવી પડશે અને પ્રતિ ચેનલ દીઠ તેનો ભાવ અને કહી શકાય તેનો ચાર્જ ભરવો પડશે.