ઠગાઈ કરતા સંદેશા રોકવા ટ્રાયે અપનાવ્યું આકરૂ વલણ

મોબાઈલ ગ્રાહકોને ઠગાઈ કરતા સંદેશા મોકલતા અટકાવવામાં નિષ્ફળતા બદલ ‘ટ્રાયે’ બીએસએનએલ, ભારતીય એરટેલ, વોડાફોન આઈડીયા અને રિલાયન્સ જીઓ સહિતની ટેલીકોમ કંપનીઓને ‘ટ્રાયે’ ૩૫ કરોડ રૂપીયાનાં દંડ ફટકાર્યો છે.

આ ઉપરાંત અન્ય ટેલીકોમ કંપનીઓને પણ ટ્રાયે ઝપટમાં લીધી છે જેમાં વિડીયોકોન, કવાદ્રન્ટ ટેલીસર્વીસીઝ અને ટાટા ટેલી સર્વીસઝનો સમાવેશ થાય છે. ટ્રાયે સૌથી વધુ ૩૦.૧ કરોડનો દંડ ભારત સરકારની કંપની બીએસએનએલને ફટકાર્યો છે.

ઠગાઈ અંગેના સંદેશા ટેલીકોમ ગ્રાહકો સુધી પહોચતા રોકવામાં નિષ્ફળ ગયેલા ટેલીફોન કંપનીઓને અગાઉ નોટીસ પણ ફટકારી હતી આમ છતાં કોઈ કાર્યવાહી નહી કરતા કે જવાબ પણ નહી દેતા ટ્રાયે આ ટેલીકોમ કંપનીઓને દંડ ફટકાર્યો છે. વોડાફોન આઈડીયાને રૂ.૧.૮૨ કરોડ કવાડ્રન્ટને ૧.૪૧ કરોડ અને એરટેલને રૂ.૧.૩૩ કરોડનો દંડ ફટકાર્યો છે. તેમને એ જણાવીએ કે આ અંગેની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે જે કંપનીકે વ્યકિત નિયમોનું પાલન ન કરે તેની સામે કડક કાર્યવાહી કરવા ટ્રાયને આદેશ આપ્યો હતો. ટ્રાયના આ પગલાથી ખોટા કોલ અને નકલી ટેકસ સંદેશા સામે અભિયાન ચલાવનાર પેટીએમ જેવી ઈ-પેમેન્ટ કંપનીઓને પ્રોત્સાહન મળશે.

ટ્રાયે દિલ્હી હાઈકોર્ટની આ કાર્યવાહીની જાણકારી દેતા જણાવ્યું કે એપ્રીલથી જૂન ૨૦૨૦ સુધીમાં ટેલીકોમ કંપનીઓને રૂ.૩૪ હજારથી માંડી ૩૦ કરોડ સુધીનો દંડ ફટકાર્યો છે.

પેટીએમએ હાઈકોર્ટને જણાવ્યું હતુકે રજીસ્ટ્રેશન વગરની કેટલીય કંપનીઓનાં નકલી, કોલ, સંદેશાથી તેના કેટલાય ગ્રાહકોને દર મહિને રૂ.૧ થી ૨ કરોડ સુધીનો ‘ચુનો’ લાગતો હતો. પીટીએમ તરફથી દલીલ કરતા વકીલ કરૂણા નંદીએ એવો દાવો કર્યો હતો. કે તેમના કેટલાય ગ્રાહકો મોબાઈલ નેટવર્ક પર ફીશીંગ પ્રવૃત્તિનો શિકાર બને છે. પેટીએમે દાવો કર્યો હતો. કે આના લીધે તેમની પ્રતિષ્ઠા અને આર્થિક નુકશાન થયું છે. આ માટે પેટીએમ કંપનીએ રૂ.૧૦૦ કરોડનું વળતર માગ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.