તમને ઘણી વખત એવું થતું હશે કે હંમેશા મારે જ કેમ દંડ ભરવો પડે છે અથવા તો તમે ઘરે ડોક્યુમેન્ટ ભૂલી ગયાને દંડ ભરવો પડ્યો !! હવે તમારી આ સમસ્યામાંથી તમને મળશે છુટકારો…બસ ડાઉનલોડ કરો એક એપ્લીકેશન અને આ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દંડ ભરવાથી પણ બચાવશે. હવે તમારા મનમાં સૌથી મોટો પ્રશ્ન આવતો જ હશે કે આખરે એવી કઈ એપ આવી છે જે મને કોઈપણ ટ્રાફિક પોલીસ દ્વારા અપાતા દંડથી બચાવી શકે છે. આ એપનું નામ ડિજીલોકર છે
Digilocker એક સરકારી પ્રોગ્રામ છે જેનો ઉપયોગ દસ્તાવેજોને સાચવવા માટે થાય છે. એટલે કે, તમે આમાં કોઈપણ સરકારી દસ્તાવેજને સાચવી શકો છો. આ એપમાં ડ્રાઇવિંગ લાયસન્સ પણ સેવ કરી શકાય છે. જ્યારે પણ કોઈ પોલીસકર્મી તમને પકડીને તમારું ડ્રાઇવિંગ લાયસન્સ માંગે છે, ત્યારે તમે આ એપ્લીકેશનની મારફતે ડ્રાયવીંગ લાયસન્સ બતાવી શકો છો.
ભારત સરકારે વર્ષ 2015માં આ એપ લોન્ચ કરી હતી. આ એપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી હતી. iOS અને Android યુઝર્સ આ એપને સરળતાથી ડાઉનલોડ કરી શકે છે. આ એક એવી એપ છે જેમાં દરેક ડોક્યુમેન્ટ સેવ કરી શકાય છે. જેઓ ડોક્યુમેન્ટ સાથે રાખવા માંગતા નથી તેઓ આ એપનો ઉપયોગ કરી શકે છે.
કેવી રીતે કરશો Digilocker માં ડોક્યુમેન્ટ અપલોડ ??
૧. DigiLocker માં લોગિન કરો, અહીં તમને વ્યક્તિગત ખાતામાં બે વિભાગો મળશે.
૨. પ્રથમ વિકલ્પમાં, તમે સરકારી એજન્સીઓ દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્રો, તેમની URL લિંક્સ, તેઓ જારી કરવામાં આવી હતી તે તારીખ અને તેમને શેર કરવાનો વિકલ્પ જોશો.
૩. બીજા વિકલ્પમાં, તમે અપલોડ કરેલા પ્રમાણપત્રોની વિગતો અને શેર સાથે તમને ઇ-સાઇનનો વિકલ્પ મળશે.
૪. જો તમે કોઈપણ પ્રમાણપત્ર અપલોડ કરવા માંગતા હોવ તો તમે માય સર્ટિફિકેટ પર ક્લિક કરશો. ૫. તમે અપલોડ દસ્તાવેજ પર ક્લિક કરીને તમારું પ્રમાણપત્ર પસંદ કરી શકો છો.
૬. હવે અહીં પૂછવામાં આવેલી તમામ વિગતો ભરો. એ જ રીતે તમારા તમામ દસ્તાવેજોને ડિજિટલ લોકરમાં સુરક્ષિત રીતે અપલોડ કરો.