વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે. આ દિવસોમાં હવામાન એકદમ ખુશનુમા બની જાય છે. પણ આ ઋતુ તેની સાથે ઘણી સમસ્યાઓ લઈને આવે છે. જેમાં કુલરમાંથી આવતી દુર્ગંધની સમસ્યાનો પણ સમાવેશ થાય છે. વરસાદની મોસમમાં ભેજવાળી ગરમી વધારે હોય છે. જેના કારણે લોકોની હાલત દયનીય રહે છે. તેનાથી બચવા લોકો દિવસ-રાત કુલર અને પંખાની હવામાં જ રહે છે. જ્યારે વરસાદના દિવસોમાં કૂલરને વધુ સફાઈની જરૂર પણ પડે છે. ત્યારે કેટલાક લોકો તેને ઝડપથી સાફ કરતા નથી. જેના લીધે કૂલરમાંથી દુર્ગંધ આવવા લાગે છે. તેમજ કુલરનો ઉપયોગ કરવો મુશ્કેલ બની જાય છે. કુલરને સાફ ન કરવાના લીધે તેમાથી દુર્ગંધ આવવા લાગે છે.

Troubled by the stench coming from the cooler during the rainy season? So follow this simple solution

ઘણા લોકોને મહિનાઓ સુધી કુલરનું પાણી ન બદલવાની કે સાફ કરવાની આદત હોય છે. પણ જો તમારા ઘરમાં કુલર હોય તો તમારે તેનું પાણી સંપૂર્ણપણે બદલી નાખવું જોઈએ અને વરસાદની ઋતુમાં અઠવાડિયામાં એકવાર જરૂરથી સાફ કરવું જોઈએ. નહિંતર તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. જેના કારણે ઘરમાં બેસવું મુશ્કેલ થઈ જાય છે. ઘણા લોકોને એવી આદત હોય છે કે કૂલરમાં ઓછું પાણી બચે તો પણ તે ફરીથી તેમાં પાણી નાખે છે. જેના કારણે કૂલરમાં પાણી ઘણા દિવસો સુધી જૂનું હોવાને કારણે દુર્ગંધ આવવા લાગે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આજે જ આ ઉપાય અપનાવો.

વરસાદની મોસમમાં અઠવાડિયામાં એકવાર કૂલર સાફ કરવું જરૂરી છે.

Troubled by the stench coming from the cooler during the rainy season? So follow this simple solution

વરસાદની ઋતુમાં સૌથી મોટો ખતરો જામેલા પાણીને કારણે હોય છે. કારણ કે રોગ ઉત્પન્ન કરતા બેક્ટેરિયા અને મચ્છરો જામેલા પાણીમાં પેદા થાય છે. જો તમે કૂલરમાં પાણી ભરો છો અને તેને લાંબા સમય સુધી સાફ ન કરો તો તળિયે ગંદકી જમા થઈ જાય છે. જેનાથી દુર્ગંધ આવે છે અને તમારા માટે ઘરમાં રહેવું મુશ્કેલ બની જાય છે. તેથી વરસાદના આ દિવસોમાં તમારે અઠવાડિયામાં એકવાર કૂલર સાફ કરવું જોઈએ.

પાણી નિયમિત બદલતા રહો

Troubled by the stench coming from the cooler during the rainy season? So follow this simple solution

કૂલરની આજુબાજુ સૂકું ઘાસ મૂકવામાં આવે છે જેથી કરીને કુલરમાંથી ઠંડી હવા બહાર આવે. પણ જો કૂલરને લાંબા સમય સુધી સાફ કરવામાં ન આવે તો આ સૂકા ઘાસના કેટલાક ટુકડા તૂટીને કૂલરના પાણીમાં જમા થઈ જાય છે. તેમજ કુલરની આજુબાજુ સાફ-સફાઈ ન કરવાના લીધે પણ દુર્ગંધ આવવા લાગે છે. તેથી વરસાદની ઋતુમાં નિયમિતપણે કૂલરમાં પાણી બદલવું પણ જરૂરી છે.

આ રીતે લીમડો કૂલરની દુર્ગંધને દૂર કરે છે.

Troubled by the stench coming from the cooler during the rainy season? So follow this simple solution

લીમડાને અનેક ઔષધીય ગુણોનો ભંડાર માનવામાં આવે છે. જે તમને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી રાહત આપે છે. પણ જો તમે કૂલરની સફાઈ અઠવાડિયામાં એક વાર નથી કરી શકતા તો લીમડો તમને કૂલરની દુર્ગંધથી પણ રાહત આપે છે. આ માટે તમારે લીમડાના કેટલાક પાન લઈને તેને કપડામાં બાંધીને ઠંડા પાણીમાં રાખવાના છે. આનાથી કૂલરની દુર્ગંધ દૂર થાય છે. પણ તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ લીમડાના પાનને દર બે-ત્રણ દિવસે ધોવા અને પાન બાંધેલા કપડાંને પણ સાફ રાખવું.

આ રીતે દુર્ગંધ દૂર કરી શકાય છે

કુલરની દુર્ગંધથી બચવા માટે તમારે કુલરમાંથી બધુ જ પાણી કાઢી લેવું જોઈએ અને તેને બરાબર સાફ કરવા માટે થોડું પાણી ઉમેરીને કૂલરમાં ચોખ્ખું પાણી ભરવું જોઈએ. તેનાથી કૂલરની દુર્ગંધ દૂર થઈ જાય છે.

જો તમારા ઘરે મહેમાન આવે તો તરત જ કરો આ ઉપાય

ઘણી વખત એવું બને છે કે તમે નોકરી કરતા હોવ. તેથી તમારી પાસે અઠવાડિયામાં માત્ર એક દિવસની રજા હોય છે. જેના લીધે તમે ઘરની સફાઈ તો કરી લો છો. પણ જો તમે કૂલર સાફ ન કરી શકતા હોવ અને તે દરમિયાન અચાનક મહેમાનો આવે ત્યારે તમારે શું કરવું જોઇએ. તે વિશે જાણો.

જો તમે મહેમાનોની સામે કૂલરની દુર્ગંધથી બચવા માંગતા હોવ, તો તરત જ કૂલરના ઘાસ પર આવશ્યક તેલ અથવા રૂમ ફ્રેશનર છાંટો. તેનાથી કૂલરમાં સુગંધ આવે છે.

કૂલરની દુર્ગંધથી બચવા માટે આ એક સરળ રીત છે. તેના માટે તમે સંતરાની છાલને તડકામાં સૂકવી લો. ત્યારપછી તેને પીસીને તેનો પાવડર બનાવી લો. પછી તેમાં તજ નાખીને તેને કૂલરના પાણીમાં નાખો અથવા તેને પાણીમાં ઓગાળી લો. અને તેને બોટલમાં રેડો અને સ્પ્રે કરો. આ કૂલરમાંથી આવતી દુર્ગંધને દૂર કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.