દર મહિનાના બીજા અને ચોથા ગુરૂવારે એચસીજી હોસ્પિટલમાં બેરીયાટીક સર્જન ડો.દિગ્વિજયસિંઘ બેદીની સેવા ઉપલબ્ધ
વર્ચ્યુઅલ માઘ્યમથી બેરીયાટીક અને મેટાબોલીક સર્જરીનો લાઇવ વર્કશોપ યોજાયો
આરોગ્યની બાબતમાં સૌને ચિંતા કરાવતો પ્રશ્ર્ન હોય તો એ છે મોટાપો (મેદસ્વીપણુ) અને ડાયાબીટીસ ત્યારે આ બન્ને સમસ્યાઓના ઉકેલરૂપે રાજકોટની એચ.સી.જી. હોસ્પિટલમાં હવેથી નિયમિતરૂપમાં બેરીયાટીક અને મેટાબોલીડક સર્જરીનો પ્રારંભ થઇ રહ્યો છે.
શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર અયોઘ્યા ચોક ખાતે છેલ્લા ત્રણેય વર્ષથી કાર્યરત એચ.સી.જી. હોસ્પિટલમાં ગઇકાલે વર્ચ્યુઅલ માઘ્યમથી બેરીયાટીક અને મેટાબોલીક સર્જરીનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદથી આવેલ બેરીયાટ્રીક સર્જન (ફિલો ઓસ્ટ્રેલીયા) ડો. દિગ્વીજય સિંઘ બેદી દ્વારા લાઇવ સર્જરી કરવામાં આવી હતી. સવારે પ્રથમ સેશનમાં મીની ગેસ્ટ્રીક બાયપાસ બેરીયાટ્રીક લાઇવ સર્જરી અને બીજા સેશનમાં સ્લીવ ગેસ્ટ્રીક બેરીયાટીક સર્જરી કરવામાં આવી હતી. જેને વર્ચ્યુઅલ માઘ્યમથી દેશભરના તબીબોએ નિહાળી હતી. જેમાં તેમની સાથે ડો. યોગેશ મહેતા, ડો. બંકીમચંદ્ર થાનકી, ડો. રાજેન્દ્ર સાગર, ડો. એન.જી. લાડાણી સહયોગમાં રહ્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે અમદાવાદના ખ્યાતનામ ડો. દિગવીજય સિંઘે બેદી આ પ્રકારની સર્જરીનો બહોળો અનુભવ ધરાવે છે. અત્યાર સુધીમાં ૧૫૦૦ થી વધુ બેરીયાટીક સર્જરી કરી ચુકયા છે. ત્યારે રાજકોટમાં ગઇકાલે લાઇવ સર્જરી કરી બતાવી હતી. ત્યારે હવે એચ.સીજી હોસ્૫િટલમાં દર મહિનાના બીજા અને ચોથા ગુરુવારે સવારે ૧૦ થી ૩ તેમની નિયમિત સેવાઓ ઉપલબ્ધ થશે.
એચ.સી.જી. ભારતની સૌથી વિશાળ વ્યાપક હોસ્પિટલ ચેઇન છે. જે છેલ્લા ર૯ વર્ષથી તબીબી સેવાઓ આપી રહી છે. તેમજ આરોગ્ય ક્ષેત્રની નવીનવી સુવિધાઓ ઉમેરી સતત પ્રગતિ પામી રહી છે.
રાજકોટમાં ત્રણેય વર્ષથી કાર્યરત એચસીજી હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓની વાત કરીએ તો અહીં પ૦ બેડની ઇ-આઇસીયુ તથા સ્વાઇનફલુ વોર્ડ, પ સ્ટેટ ઓફ ધી આર્ટ હેપા ફિલ્ટર યુકત મોડયુલર ઓપરેશન થીએટર, હાઇ ડેફીનેશન વીડીયો બ્રોન્કોસ્કોપી, એન્ડોસ્કોપી સીસ્ટમ, અત્યાધુનિક સીટી સ્કેન, અત્યાધુનિક કેથલેબ, હિમોડાયાફિલ્ટ્રેશન, કેન્સરના દર્દીઓ માટે ન્યુટ્રોપિનીક આઇસીયુ, પેથોલોજી લેબ સહીતની સુવિધાઓ ઉપલબ્ધ છે. અહી હ્રદય રોગની સારવાર તેમજ સાંધા બદલવા માટેના ઓપરેશનની સુવિધા પહેલેથી હતી. જયાં હવે બેરીયાટીક અને મેટાબોલીક સર્જનરીની સુવિધાનો ઉમેરો થશે.
બેરીયાટીક અને મેટાબીલીક સર્જરીની વિગતવાર માહીતી આપવા યોજવામાં આવેલ પત્રકાર પરિષદને એચસીજી ગ્રુપના ચેરમેન ડો. બી.એસ. અજયકુમાર, ડાયરેકટર ડો. ભરત ગઢવી, ડો. દીગ્વીજય સિંઘ બેદી, ડો. એન.જી. લાડાણી, ડો. યોગેશ મહેતા, ડો. રાજુ સાગર, ડો. બંકીમચંદ્ર થાનકી વગેરેએ સંબોધી માહીતી રજુ કરી હતી.
બેરીયાટીક સર્જરી કોણે કરાવવી જોઇએ?
જે લોકોનું શરીર વધી ગયું હોય તેમણે આ સર્જરી કરાવવાની રહે છે. બેરીયાટીક સર્જરીથી વજન ઉતરે છે અને શરીર સુડોળ બને છે. એજ રીતે ડાયાબીટીશના પેશન્ટ માટે મેટાબોલીઝમ સર્જરી જરુરી બને છે. બાળકોના મેદસ્વીપણાને દુર કરવા માટે પણ ઉપરોકત સારવાર આવશ્યક ગણાય છે. મેદસ્વી ન હોય પણ ડાયાબીટીસ સકંજામાં આવી ગયા હોય તેવા લોકોએ પણ દવાથી છુટકારો મેળવવા મેટાબોલીઝમ સર્જરી કરાવવી પડતી હોય છે.