લોકો મોટાભાગે ખાવામાં કાળા તલનો ઉપયોગ કરે છે. પણ શું તમને ખબર છે કે તલ તમારા વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કાળા તલમાં રહેલું ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ વાળના વિકાસમાં મદદ કરે છે અને કોલેજનના પ્રમાણને વધારે છે.
આ સિવાય તે વાળને અંદરથી હાઈડ્રેટ કરે છે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને વાળ સફેદ થવાની કોઈ સમસ્યા રહેતી નથી. તમે કાળા તલને પીસીને તેની પેસ્ટ બનાવીને વાળમાં લગાવી શકો છો.
કાળા તલનો વાળમાં કઈ રીતે ઉપયોગ કરવો :
આ માટે તમારે સૌપ્રથમ કાળા તલને સૂકવી તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ તેમાં એલોવેરા અને ડુંગળીનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટને મિક્સ કરીને વાળમાં લગાવો. ત્યારપછી તેને 1 કલાક સુધી રહેવા દો અને પછી ઠંડા પાણીથી વાળ ધોઈ લો. આ ઉપચારથી તમારા વાળ કાળા અને મુલાયમ બને છે.
1.સફેદ વાળની સમસ્યા ઓછી થાય :
કાળા તલ સફેદ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વાળનો રંગ જાળવવામાં અને વાળના ફોલિકલ્સમાં કોલેજન વધારવામાં મદદ કરે છે. તેનાથી સફેદ વાળની સમસ્યા ઓછી થાય છે.
2. વાળમાંથી ડેન્ડ્રફને દૂર કરવામાં મદદરૂપ :
વાળને અંદરથી મોઇશ્ચરાઇઝ કરવા માટે તમે કાળા તલનો ઉપયોગ કરી શકો છો. આ તલની પેસ્ટ વાળને અંદરથી મોઇશ્ચરાઇઝ કરે છે અને ડ્રાય સ્કૅલ્પને ઘટાડે છે. આ ઉપરાંત તેના એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ વાળમાંથી ડેન્ડ્રફને દૂર કરવામાં મદદરૂપ છે.
3. વાળને ચમકદાર બનાવે :
કાળા તલમાં ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ હોય છે જે વાળની ચમક વધારવામાં ખૂબ જ ઉપયોગી છે. સાથોસાથ ડેડ વાળને ઘટાડે છે. જેનાથી વાળ લાંબા અને ચમકદાર બને છે.
4. ખરતા વાળ ઘટાડે છે :
કાળા તલનું તેલ વાળમાં લગાવવાથી વાળ ખરવાનું ઓછું થાય છે. તે શુષ્કતા ઘટાડે છે અને વાળને અંદરથી મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે. તેનાથી વાળનું હાઇડ્રેશન વધે છે અને વાળ ખરવાનું ઓછું થાય છે. આવી સ્થિતિમાં કાળા તલ વાળ માટે ઘણી રીતે ફાયદાકારક છે.