દામનગર
નટવરલાલ જે ભાટીયા
એક તરફ સરકાર ખેડૂતોને 24 કલાક વીજળી આપવાના વાયદા કરી રહી છે તો બીજી બાજુ કેટલાક ક્ષેત્રના ખેડૂતો પૂરતી વીજળી ન મળવાને કારણે પરેશાન છે. આવી જ ઘટના દામનગરમાં બની છે. ખેતરમાં વારંવાર વિજળી જવાના કારણે ખેડૂતો ત્રાસી ગયા છે.
ત્યારે આજ રોજ દામનગર PGVCL સબ ડિવિઝન કચેરી ખાતે તમામ ખેડૂતોએ ભેગા થઈને ડેપ્યુટી મેનેજરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. શાખપુર પાંચતલાવડા કણકોટ નાના રાજકોટ પાડરશીંગા સહિતના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો, સ્થાનિક સરપંચો અને ખેડૂત અગ્રણીઓ દ્વારા દામનગર PGVCL ખાતે આવેદન પાઠવવા ભેગા થયા હતા.
વારંવાર વીજળી જતી રહેવાની સમસ્યાથી ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે PGVCL કચેરીએ પહોંચીને નિયમિત રીતે વીજળી આપવાની બુલંદ માંગ કરાય હતી. ડેપ્યુટી ઈજનેર ગોસ્વામીને આવેદન પત્ર પાઠવ્યું ડેપ્યુટીની વીજ સપ્લાય સમસ્યા ઉકેલવાની ખાત્રી બાદ ખેડૂતો શાંત થયા હતા.