જાહેર રસ્તાઓ પર લારી અને પાથરણાવાળાના ખડકલા, તંત્રના આંખ આડે કાન: તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ
ગુજરાત રાજયનું વિકસતુ ગામ એટલે પડધરી. આ ગામનો વિકાસ થવાની ઘણી બધી શકયતાઓ છુપાયેલી હોવા છતાં કોણ જાણે કેવા અગમ્ય કારણોસર આ વિસ્તારનો સુયોગ્ય વિકાસ થતો નથી અને આ પંથકમાં દિવસે-દિવસે સમસ્યાઓ વિકરાળ બની પ્રજા પરેશાનીનું મુખ્ય કારણ બની રહેલ છે.
પ્રજાને પારાવાર પરેશાન કરતી જો કોઈ મુખ્ય સમસ્યા હોય તો તે છે ટ્રાફિકની વિકટ સમસ્યાઓ. આ સમસ્યાથી પ્રજા પરેશાન રહેલ છે. શહેરમાં ટ્રાફિકની વિકરાળ સમસ્યા પાછળ ઘણા ઘણા કારણો ભુત લેખી શકાય જેમાં જનસંખ્યા અને તે સામે વધતા જતા વાહનોનું પ્રમાણ અને આ વધતી જતી વાહનોની સંખ્યાને ખાળવા જે-તે જવાબદાર તંત્ર પાસે અપુરતો સ્ટાફ અને સાધનોનો અભાવ છે. પરિણામે અનિયમનને લીધે વિકરાળતા દેખાઈ આવે છે. સાથે શહેરની મેઈન બજારમાં પેટીયુ રળતા લારીવાળાએ અને પાથરણાવાળાએ કે જે જાહેર રસ્તાઓ પર દબાણ કરી પોતાનો ધંધો માડી પોતાના કુટુંબનું ભરણપોષણ કરતા હોય છે. જે રસ્તે ચાલતી જનતા માટે એક ટ્રાફિકની સમસ્યા સમાન થઈ ચુકી છે. આ સમસ્યાને કેમ કરી ખાળવી તે એક મોટો પ્રશ્ર્ન છે.
જાહેર રસ્તાઓ પર પાથરણાવાળાઓ અને લારીવાળા વધારે પડતુ દબાણ કરતા હોય તે તેમને અટકાવવા જવાબદાર તંત્રને પગલાઓ ભરવા જોઈએ પરંતુ અહીં તો બેફામ ગતિએ દબાણથી ટ્રાફિકની મહાકાય સમસ્યા સામે આવીને ઉભી હોવા છતાં જે તે જવાબદારો પગલાઓ ભરવામાં કોણી રાહ જોઈએ બેઠા છે તે સમજાતું નથી. આ દિશામાં તુરંત જ યથા યોગ્ય નિરાકરણ આવે તેવું જનતા ઈચ્છી રહી છે. પડધરી શહેરમાં સાંકડા રસ્તા પણ ટ્રાફિક સમસ્યાનો વધારો કરતી રહે છે તો આ બાબતે ગ્રામ પંચાયતે ગેરકાયદેસર દબાણ કરેલા રસ્તાઓ ખુલ્લા કરવા પ્રયત્ન કરવા જોઈએ તેમજ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓને ૧૦૮ વાહન સારવાર અર્થે લઈ જતી હોય ત્યારે આ ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જેના કારણે કદાચ દર્દી મોતના મુખમાં પણ જતો રહે તેવો બનાવ બને તે પહેલા જવાબદાર તંત્રએ ટ્રાફિક વ્યવસ્થામાં જબરો સુધારો લાવવો જરૂરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,