કેશોદ આંબાવાડી કાપડ બજારમાં પાણી ભરાતા વેપારીઓ રાહદારીઓને પસાર થવું અસહ્ય બની ગયું છે. હાલમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે કેશોદની મુખ્ય ગણાતી આંબાવાડી કાપડ બજારમાં પાણી ભરાતા વેપારીઓ તથા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે આંબાવાડી કાપડ બજારમાં જે તે સમયે રોડ બનાવવામાં આવ્યો હતો.
ત્યારે વેપારીઓએ રજુઆત કરી હોવા છતાં ઉંચાઇ નિચાણ વાળો રોડ રાતોરાત રોડનું કામ પુર્ણ કરી દેવાતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો તંત્રની બેદરકારીનો ભોગ આજે વેપારીઓ સહન કરવાનો વારો આવ્યો છે પાણીની નિકાલની પણ યોગ્ય સુવિધા ન હોવાથી આંબાવાડી કાપડ બજારમાં બે ફુટથી વધુ પણ વધુ પાણી ભરાતા વેપારીઓ પરેશાન ભોગવી રહ્યા છે અને તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે.