- દ્વારકા-ખંભાળિયા અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા વીશ જ મિનિટમાં એકાદ ઈંચ જેટલું પાણી પડી ગયું
- આગામી 48 કલાકમાં રાજ્યમાં કમોસમી વરસાદ સાથે ભારે પવનની શક્યતા, જેના કારણે ખેતરમાં ઉભો પાક વળી જવાની શક્યતા
Gujarat News
હવામાન વિભાગની આગાહી અનુસાર સર્જાયેલા સાયક્લોનિક સિસ્ટમના કારણે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા પ્રબળ બની છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારથી જ દેવભૂમિ દ્વારકામાં વાતવરણમાં અચાનક પલટો જોવા મળ્યો સવારથી ઠંડા પવન અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. જો કે કમોસમી વરસાદે ખેડૂતોનો ચિંતામો ચોક્કસ વધારો કર્યો છે. વહેલી સવારે 5:30 વાગ્યે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને લગભગ દ્વારકા તેમજ ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારોમાં અળધી કલાક સુધી કમોસમી વરસાદ વરસતા જગનો તાત ચિંતિત થયો છે. આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે પવનની શક્યતા છે. ભારે પવનને કારણે ખેતરમાં ઉભો પાક વળી જવાની શક્યતા છે. આ કારણે આંબા ઉપર પણ અસર થવાની શક્યતા છે. આજે ગુજરાતમાં 15-20 સળ /વ ની ઝડપે પવન ફૂંકાશે. તો આવતીકાલે આંચકાનો પવન 45 સળ/વ ની ઝડપે પવન ફૂંકાશે. જેની સૌથી વધુ અસર કચ્છમાં વર્તાશે. ખાસ પવનથી જનધને સાવચેત થવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે, આવતીકાલે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ, જૂનાગઢ સુરેન્દ્રનગર, આહવા ડાંગ, વલસાડમાં કમોસમી વરસાદની શક્યતા છે. આ દિવસોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. 3 થી 6 માર્ચે રાત્રી દરમિયાન વધુ ઠંડીની શક્યતા છે.
હવામાન વિભાગે આજે અને કાલે વરસાદની શક્યતાને જોતા 20થી વધુ જિલ્લામાં યલો એલર્ટ આપ્યુંછે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના સૌરાષ્ટ્રના જિલ્લાનો સમાવેશ થાય છે. આદે સવારથી પાટણમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો. ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 માર્ચ સુધી વરસાદી વાતાવરણ રહેવાનો અનુમાન આપ્યો છે. જેને લઇને ખેડૂતો ચિંતિત છે. કમોસમી વરસાદના પગલે ઘઉં, બટાકા, જીરૂ, એરંડા, વરિયાળી તેમજ કેરી સહિતના બાગયતી પાકને નુકસાનની ભિતી સેવાઇ રહી છે.અગાહીની વચ્ચે કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યા છે.
વહેલી પરોઢથી કચ્છમાં અનેક વિસ્તારોમાં ઝાપટા પડ્યા છે. ભુજ, અંજાર, મુંદ્રા, ગાંધીધામ સહિત વિસ્તારમાં વરસાદ છે. હવામાન વિભાગ દ્વારા 2 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે પાક નુકસાનની ભીતિ છે, જેના કારણ ધરતીપુત્રોની ચિંતા વધી છે.બનાસકાંઠાના ધાનેરા ના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વરસાદ શરૂ થયો છે. બાપલા, વક્તાપુરા, માલોતરા, કુંડી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ છે, જેના કારણે રાયડો, જીરું, વરિયાળી, બટાકા, સહિતના પાકમાં નુકસાનની શક્યતા છે. આકાશમાં કાળા વાદળો અને વીજળીના ચમકારા વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદની શરૂઆતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
બે દિવસ આ જિલ્લાઓમાં અસર થશે
આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, મોરબી, પોરબંદર, જામનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી. આવતીકાલે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે જ વડોદરા, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં માવઠાની શક્યતા
કચ્છ સહિત સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ
કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર આ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
કમોસમી વરસાદથી ક્યા પાકને કેવી અસર થશે?
છેલ્લા બે દિવસથી સાયક્લોનિક સરર્ક્યુલેશનને કારણે સૌરાષ્ટ્રના દ્વારકા-કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેની વિપરિત અસર થવા પામી છે. આજે પણ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથની વાત કરીએ તો કમોસમી વરસાદને કારણે આંબાના પાકમાં ભારે નુકશાન થઇ શકે છે. આંબાના મોલ બળી જશે. જેને લઇને ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે. આ ઉપરાંત દ્વારકા, જામનગર દરિયાઇ પટ્ટીમાં જો કમોસમી વરસાદ પડે તો તેની પાક ઉપર વધુ અસર નહિં થાય. જો કે બીજી બાજુ વાત કરવામાં આવે તો તે સંવેદનશીલ પાકો છે. જેવા કે તલ, આંબો, જીરૂં, ધાણા સહિતના પાકોને નુકશાન થશે. આ ઉપરાંત મકાઇ, બાજરી, જુવાર અને મગફળી જેવા પાકોમાં કમોસમી વરસાદનું નહિંવત નુકશાન થશે તેમ જૂનાગઢ યુનિવર્સિટીના તજજ્ઞ જી.આર. ગોહિલએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું.