કેટલાયે ગામો માટે રેલ અવરજવરનું કેન્દ્ર બનેલ સણોસરા રેલ મથક ઉંચુ લેવાની જરૂર છે. ઉતારૂઓને ગાડીમાં ચડવામાં પરેશાની સામે રેલ તંત્ર દરકાર લેતું નથી તે કઠણાઈ છે. રેલ તંત્ર દ્વારા ઘણા આવકાર્ય સુધારા-વધારા થઈ રહ્યાં છે પરંતુ નાના ગામો પ્રત્યે દુર્લક્ષ્ય સેવાતું હોય તેમ લાગે છે.
સોનગઢ અને ધોળા વચ્ચે સણોસરા રેલ મથક ઈશ્વરિયા, વાવડી, રેવા, સણોસરા સહિત કેટલાયે ગામો માટે રેલ અવરજવરનું કેન્દ્ર બનેલ છે જે સણોસરા રેલ મથક ઉંચુ લેવાની ખાસ જરૂર છે. ઘણી રેલ ગાડીઓનો લાભ મળે છે. જેમાં મહિલા, વૃધ્ધો કે દર્દીઓ વગેરેને ગાડીમાં ચડવામાં ભારે પરેશાની ભોગવવી પડી રહી છે.
આ તકલીફ સામે રેલ તંત્ર દરકાર લેતું નથી તે કઠણાઈ છે. ઘણી વાર કેટલાક ઉતારૂઓ પડી ગયાના પણ બનાવ બન્યા છે. પાંચ-સાત ગામના ઉતારૂઓની ભાવનગર તથા બોટાદ, સુરેન્દ્રનગર તરફની અવરજવર રહે છે ત્યારે રેલ તંત્ર અને તેની સમિતિઓમાં સણોસરા રેલ મથક ઉંચુ લેવા નિર્ણય થાય તો સારૂ ! એવી માંગ પ્રજા દવારા કરવા મા આવી રહી છે..