ચીન વર્ષ 2018માં પોતાના ડિફેન્સ બજેટમાં 8.1 ટકાનો વધારો કરવા જઇ રહ્યું છે. રાષ્ટ્રીય ધારાસભામાં સોમવારે રજૂ કરવામાં આવેલા બજેટ રિપોર્ટ અનુસાર, બજેટમાં આ વધારો ગત વર્ષની સરખામણીએ સાત ગણો છે. આ બજેટ ભારતની સરખામણીએ અંદાજિત ત્રણ ગણું છે. 13મી એનપીસીની પ્રથમ વાર્ષિક બેઠકના સ્પોક્સપર્નસ ઝાંગ યેસુઇએ રવિવારે એક કોન્ફરન્સમાં કહ્યું કે, અનેક પ્રમુખ દેશોની સરખામણીએ ચીનના રક્ષા બજેટમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) અને રાષ્ટ્રીય નાણાકીય ખર્ચથી નાનકડો હિસ્સો લેવામાં આવ્યો છે. ઝાંગે કહ્યું કે, દેશના પ્રતિ વ્યક્તિ સૈન્ય ખર્ચ અન્ય પ્રમુખ દેશોની સરખામણીએ ઓછો છે.
ભારત માટે વધશે પરેશાનીઓ?
ચીનના વધી રહેલા ડિફેન્સ બજેટથી ભારત પર શું ફરક પડશે? આ એવો સવાલ છે જેનો જવાબ હાલ મળવો મુશ્કેલ છે.
ચીન જે પ્રકારે પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે, ભારતીય સીમાની આસપાસ ઝડપથી નિર્માણ કાર્ય થઇ રહ્યું છે, એવામાં સંભવ છે કે, આવનારા સમયમાં વધેલું રક્ષા બજેટ એવી ગતિવિધિઓમાં કામમાં આવે જે ભારત માટે પ્રતિકૂળ સાબિત થાય.