કુદરતી આફતો જગતના તાતનો કેડો મૂકતી નથી
વાડી, ખેતરનાં માર્ગો સુધારવા સહાય આપવા ખેડુતોની માંગ
ચોમાસામા આકાશમાંથી વરસેલી આફતથી ખેડુતોના વાડી ખેતર જવાના માર્ગો ધોવાતા ખેડુતો ખેતરે જઈ શકતા નથી ખેતરે જવાના માર્ગોને સરખા કરવા સરકાર સહાય ચૂકવે તેવી ખેડુત આલમમાંથી માગણી ઉઠી છે.
ગુજભરમાંથી ચોમાસાએ ભલે વિદાય લીધી હોય તેમ છતાં વરસાદના વિરામ બાદ જાણે આકાશમાંથી વરસેલ આફત હજુ પણ ખેડૂતોનો પીછો છોડતી ન હોય તેમ આ વર્ષે શિયાળાની ઋતુનો પ્રારંભ થવા આવ્યો છે તેમ છતા સતત પડેલા વરસાદને કારણે ખેડૂતોના પાણીથી છલકાઈ ગયેલા બોર કૂવા ની સાથે માર્ગો પર વહેતા પાણીને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે.આ વર્ષે રાજકોટ જિલ્લામાં ગોંડલ,જેતપુર,ધોરાજી,ઉપલેટા સહિતના પંથકમાં સતત પડેલા વરસાદને કારણે ખેડૂતોને અડદ,મગ,તલી,મગફળી સહિતના પાકો નિષ્ફળ જવાની સાથે વ્યાપક નુકસાની ભોગવવી પડી હતી.તેમ છતાં સતત પડેલ વરસાદ જાણે ખેડૂતોનો પીછો છોડતો ન હોય તેમ પણ હવે ખેડૂતોને ખેત ઉત્પાદનની સિઝનમાં જ વાડી ખેતરના માર્ગોમાં વહી રહેલા પાણીને કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાઈ જવા પામ્યું છે.માર્ગો પર વહેતા પાણીને કારણે ખેડૂતો વાડી ખેતરના માર્ગો રીપેરીંગ કરી શકતા નથી.આવા માર્ગો રીપેરીંગ ન થતા ખેડૂતોને વાડી ખેતરે જતા ચાલવું મુશ્કેલ બન્યાની સાથે ખેત ઉત્પાદન માલ ઘરે લાવવો મુસીબત ભર્યો બનેલ છે.હજું ઘણા વિસ્તારોમાં ખેડૂતો વરસાદની તારાજીને લઈને ધોવાણ થયેલા ખેતરોનું ખેડૂતો રીપેરીંગ કાર્ય કરી શક્યા નથી એ પહેલા જ ખેડૂતોને પોતાની વાડી કે ખેતર જવા માટે માર્ગોનું રીપેરીંગ કાર્ય કરવું જરૂરી બન્યું છે.ત્યારે આવા માર્ગો રીપેરીંગ પાછળ ખેડૂતોને મસમોટા ખર્ચાઓ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.જેમને કારણે ખેડૂતોના અતિવૃષ્ટિના કારણે નિષ્ફળ ગયેલા પાકની સાથે ધોવાયેલા ખેતરો અને વાડી ખેતરના માર્ગો અંગે આ વર્ષે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માંગ ખેડૂતોમાંથી ઉઠવા પામી છે.ત્યારે આગામી દિવસોમાં સરકાર દ્વારા ખેડૂતોને ધોવાયેલા વાડી ખેતરના માર્ગો અંગે સહાય કરવામાં આવશે કે નહી એ જોવાનું રહ્યું