સીએસડી કુલ ટકા આવક વેચાણમાંથી મેળવે છે

ભારત આર્મીના જવાનો દેશની રક્ષા કરી સુરક્ષા આપે છે તેના માટે સરકારે સીએસડી કેન્ટીનોની સુવિધા પૂર્ણ પાડી છે ત્યારે તેનાથી જવાનો તેમજ રીટાયર્ડ ઓફિસરો તથા તેમના પરિવારજનો માટે આ કેન્ટીનોની સગવડ આપવામાં આવી છે. જેમાં તેમને બજારભાવ કરતા ૧૦ થી ૪૦ ટકા સુધીના ઓછા ભાવમાં રાશન મળી રહે છે. તો આ સીએસડી કેન્ટીનનો કોન્ટ્રાકટ એફએમસીજી કંપનીઓ દ્વારા લેવામાં આવ્યો છે. જો કે ભારતભરમાં સૌથી વધુ ગુણવત્તા અને ઓછા દરે રાશન આપતી મોટી કંપની છે જે જવાનોને રાશન સુવિધા પુરી પાડે છે. તો હવે એફએમસીજી કંપનીઓ રાશન માટે તાણ ઉભી કરવા લાગી છે. કારણ કે તેમની અપેક્ષા છે કે સરકાર આ પ્રકારના ૩,૯૦૦ સ્ટોર્સ પર રોક લગાવે કારણ કે ડિસ્કાઉન્ટને લઈને તેઓ તેનો દુરઉપયોગ કરતા થયા છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, સીએસડી કેન્ટીનની વસ્તુઓ પર પહેલાંથી જ લીમીટ રાખવામાં આવી છે પરંતુ તેનાથી તેમને જરૂરીયાત કરતા વધુ ડિસ્કાઉન્ટ પ્રોડકટસની ખરીદીમાં રોકી શકાતા નથી. આ મુદ્દે સુનીલ દુગલે જણાવ્યું હતું કે, આ બિઝનેસમાં રિટેઈલ કરતા પણ વધુ વેચાણ ડિસ્કાઉન્ટેડ વસ્તુઓમાં થાય છે.

તો રાશનનાં લગેજ બનાવનારી કંપની સામસોનીટનું માનવું છે કે આ માત્ર ટૂંકાગાળા માટેનું છે. પરંતુ વર્ષ દરમ્યાન તે નોર્મલ થઈ જશે. કારણ કે તેમની પ્રોડકટ બ્રાંડેડ હોય છે માટે વધુ ગુણવત્તા ધરાવે છે. તેમનું કહેવું છે કે એકવાર સીએસડી ગ્રાહકોએ તેમની વસ્તુઓ, રાશન અન્ય દુકાનો, સ્ટોર્સમાંથી ખરીદ કરવી જોઈએ માટે તેમને પોતાને મળી રહેલા ડિસ્કાઉન્ટનો અંદાજ આવે અને રાશન ઉપયોગી માત્રામાં જ ખરીદી કરે.

જયારે ગ્રાહક મહિનામાં રૂ.૧૦,૦૦૦ સુધીની ખરીદી કરે છે ત્યારે કોઈ એકસ્ટ્રા ચાર્જ લાગતો નથી પરંતુ તેનાથી વધી જતા સીએસડી કાર્ડ હોલ્ડરોને અમુક વર્ષો સુધી લીમીટ આપી દેવામાં આવે છે. સીએસડીના નિયમ પ્રમાણે પ્રતિ કાર્ડ હોલ્ડરને સાબુની ૧૮ ગોટી, બિસ્કીટના ૩૬ પેકેટ, ૧૦ કિલો ચોખા અને બિયર માટે મહિનામાં ૪ બોટલથી વધુ આપવામાં આવતું નથી. આ લીમીટ રાશન પર લાદવાનું કારણ તેમનો દુરઉપયોગ થતો હતો. ભારતની હિન્દુસ્તાન યુનિલિવર સીએસડી ચેનલ માટે સૌથી વધુ ફાળો આપે છે.

સર્ફ ડિટરજન્ટ અને ડવ શેમ્પુના ઉત્પાદકે જણાવ્યું હતું કે, સીએસડી ચેનલો માટે તેઓ જીએસટી બાદ કરતા ૨ ટકા ડિસ્કાઉન્ટ આપે છે. જો કે બ્રિટેનીયા જેવી કંપની સીએસડી ચેનલનો ભાગ નથી. સીએસડી પોતાના વેચાણનું ૩ ટકા વળતર મેળવે છે. તો એફએમસીજી તો તેનાથી પણ ઓછું વળતર મેળવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.