ટીમ ઈન્દ્રનીલ ફોર યુ આયોજીત ધર્મોત્સવ માટે ૧૩ કમિટીઓનાં ૨૬ સદસ્યો સહિત ૭૦૦ સ્વયંસેવકો ખડેપગે
શહેરમાં સૌ પ્રથમવાર રેસકોર્ષનાં વિશાળ ગ્રાઉન્ડમાં ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજગુરુ ના સીધા માર્ગદર્શન હેઠળ શિવધામનું નિર્માણ કરવામાં આવેલ છે. તે પૂનીત ધર્મોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજરોજ કાર્યક્રમ વ્યવસ્થાપક સમિતિના સદસ્યોએ ગ્રાઉન્ડની વિધિસર મુલાકાત લઈને સમગ્ર તૈયારીઓનું વિહંગાવલોકન આપેલ છે.
વિશાલ સમીયાણામાં વિવિધ જ્ઞાતિના ભાવિકો શિવલિંગના દર્શન કરી શકે તેવી સરળ વ્યવસ્થાકરવામાં આવેલ છે. મુખ્ય પરિસરમાંલગભગ ૧૫૦-૨૭૫ ફૂટના ડોમ તેમજ રાત્રી કાર્યક્રમમાં લગત ખ્યાતનામ કલાકાર દેવભટ્ટ તથા ટીમના સહ કલાકારોનો ધાર્મિક ર્દાકો કાર્યક્રમ માણી શકે તેમ ખુરશીની વ્યવસ્થાની પણ તૈયારીઓ ચાલી રહી છે.
શહેરભરમાંથી પધારેલ ૮ થી ૧૦ હજાર ભાવિકો મહાપ્રસાદનો લાભ લઈ શકશે શિવધામના પરિસરમાં ૨૫ ફૂટ ઉંચાઈનું શિવલીંગ નિર્માણ કરવામા આવેલ છે. તથા દેશના પવિત્ર ધામ હરિદ્વારથી પવિત્ર ‚દ્રાક્ષ વર્ડ શિવલિંગ નિર્માણ થયેલ છે. તેમજ બાજુની સીડી ઉપરથી પૂજા, અર્ચના થઈ શકે તેવું પણ આયોજન કરવામાં આવેલ છે. હજારો દર્શનાર્થીઓ માણી શકે તેવી હાઈ પ્રોફાઈલ સાઉન્ડ સીસ્ટમ ગોઠવવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ૧૩ કમિટીઓ તેમજ તેના ૨૬ સદસ્યો સહિત ૭૦૦ સ્વયં સેવકો સતત કાર્યરત રહેશે.
મુખ્ય સમિતિમાં ઈન્દ્રનીલભાઈ રાજગૂ‚, જસવંતસિંહ ભટ્ટી, વશરામભાઈ સાગઠીયા, કાશ્મીરાબેન નથવાણી, જગાભાઈ મોરી, મીડીયા સમિતિમાં ભાવેશભાઈ બોરીચા, જાવેદ અઝીઝ, મંડપ સમિતિમાં તુષારભાઈ નંદાણી, ભોજન સમિતિ વ્યવસ્થામાં દિનેશભાઈ મકવાણા, અમિતભાઈ ભાણવડીયા, મુકેશભાઈ ચાવડા, દર્શનાર્થી વ્યવસ્થામાં ગોપાલભાઈ અનડકટ, ગ્રાઉન્ડ સમિતિમાં મિતુલભાઈ દોંગા, તુષારભાઈ નંદાણી, પ્રિન્ટીંગ સમિતિમાં તુષારભાઈ નંદાણી, આરતી શરગાર વ્યવસ્થામાં કાશ્મીરાબેન નથવાણી, સાંસ્કૃતિક કાર્યકમ્રમાં કાશ્મીરાબેન નથવાણી, મહેમાન સ્વાગત આમંત્રણ સમિતિમાં જીજ્ઞેશભાઈ જોશી , ઈન્દુભા રાઓલ, પાર્કિંગ વ્યવસ્થા સિકયુરીટી વ્યવસ્થા સમિતિમાં યુનુશભાઈ જુણેજા, જુતા વ્યવસ્થા સમિતિમાં દિલીપભાઈ આસવાણી, પાણીની વ્યવસ્થામાં અતુલભાઈ રાજાણી કાર્યરત છે. અંતમાં વ્યવસ્થા કમીટી સદસ્યોએ ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા આયોજીત સંકલીત શિવ ઉત્સવ ધર્મોત્સવમાં ઉપસ્થિત રહેવા ધર્મ પ્રેમીભાઈ બહેનોને અપીલ કરી છે.