ચોટીલાનો ત્રિવેણી ઠાંગા ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ ગયેલ હોવાથી સતત ઓવરફ્લો ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ

ગુજરાત રાજ્ય નર્મદા જળ સંશાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સંદેશા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં બે દિવસથી સતત વરસાદના કારણે ચોટીલા તાલુકાના 12 કલાકમાં સવા ઇંચ જેટલો વરસાદ વરસી પડતા ઓવરફલો ચાલુ રહેવાથી ચોટીલાના ડાકવડલા ગામ પાસે આવેલ ત્રિવેણી ઠાંગા ડેમ 100 ટકા ભરાઇ ગયો છે તેમજ 0.01 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જેથી ઉક્ત જળાશયની જળસપાટી ધ્યાને લઇ ત્રિવેણી ઠાંગા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા રામપરા(રાજ), ખાટડી, ડાકવડલા, શેખલીયા, મેવાસા અને લોમા કોટડી ગામનાં લોકોને બંધની નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના ભાગમાં અવર-જવર ન કરવા અને માલ-મિલકત, માલઢોરને સલામત સ્થળે લઈ જવા માટે તાકીદ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.