સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સનાતન ધર્મ યાત્રા યુગોથી સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે હિન્દુ સનાતન ધર્મની વિચારધારા સમગ્ર વિશ્વમાં પ્રવર્તમાન છે ઋષિ અને કૃષિ સંસ્કૃતિના ધોતક એવા સનાતન હિંદુ ધર્મને જયારે જયારે જરુર પડી ત્યારે ત્યારે આ દેશના સાધુ સંતોએ ધર્મ જાગરણની મશાલ પ્રગટાવી છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના આંગણેથી ધર્મ જાગરણના યજ્ઞના સ્થાને પરમ પુજન શ્રી શ્રી 1008 અનંત વિભૂષિત મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણનંદ પુરીજી મહારાજના અઘ્યક્ષ સ્થાને તા. ર4 ને વિજય દશમીથી સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધર્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણનંદપુરીજી મહારાજના સાનિઘ્યે

લોકડાયરામાં હકાભા ગઢવી, નયનાબેન પટેલ સહિતના કલાકારો રંગત જમાવશે: મહાનુભાવો વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ રહેશે ઉપસ્થિત: કાર્યક્રમની વિગત આપવા આયોજકોએ લીધી ‘અબતક’ની મુલાકાત

ત્યારે શ્રી સનાતન ધર્મ એવા ટ્રસ્ટ દ્વારા સનાતન ધર્મયાત્રાનું ભવ્યાતિ ભવ્ય આયોજન સમગ્ર સૌરાષ્ટ-કચ્છ પ્રદેશમાં કરવામાં આવ્યું છે. દશેરાના શુભ દિને શરુ થયેલ ભવ્ય મહાયાત્રા રાજકોટ ખાતે એવી પહોચશે. આગામી બુધવારે બપોરે આ મહાયાત્રા રાજકોટના રણુજા મંદિર કોઠારીયા રોડ પરથી પ્રસ્થાન કરશે.

જે વિવિધ રાજમાર્ગો પર ફરી પવન પુત્ર (સોરઠીયા વાડી સર્કલ)માં પુર્ણાહુતિ પામશે. રાત્રે 8 કલાકે મહાધર્મ સભા તથા ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવી, પ્રવીણભાઇ આહીર, લોક ગાયિકા નયનાબેન પટેલ તેમજ ભજનીક ભરતભાઇ રાજપુત દ્વારા ભવ્ય લોકડાયરાનું ખાસ આયોજન જનતા જનાર્દનને મંત્રમુગ્ધ કરશે.

શ્રી સનાતન ધર્મ મહાયાત્રાનું મુખ્ય પ્રયોજન હિંદુ સનાતન ધર્મની ગરીમા જાળવવા, દરેક મનુષ્યમાં સદભાવના અને સદવિચાર પ્રગટાવવા, ગૌ માતા, સાધુ, સંતો, ઋષિમુનિઓ, રાષ્ટ્ર વીરો પ્રત્યે સનાતન હિંદુ ધર્મજ્ઞોનું કર્તવ્ય ઓળખાવવા, તેમજ રાષ્ટ્ર ધર્મના રક્ષાર્થે, સત્ય, અહિંસા, ત્યાગ, પરોપકારના સદગુણોનું સન્માન કરવા હેતુ કરવામાં આવ્યું છે.

ત્યારે કાર્યક્રમ અંગે વિગત આપવા વિજયભાલ વાંક, નિલેશભાઇ જલુ, યોગીનભાઇ છનિયારા, જયપ્રકાશભાઇ કાનગડ, રાણાભાઇ ગોજીયા, શૈલેશભાઇ પાબારી, અજયભાઇ પટેલ, પરિમલભાઇ પરડવા, જયદીપભાઇ જલુ, અવધેશભાઇ કાનગડ, રામભાઇ ગરૈયા, વિપુલભાઇ પાનેલીયા, અજયભાઇ રાજાણી, શાંતુભાઇ રુપારેલીયા, વિપુલભાઇ માખેચા એ ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી.

‘અબતક’ સાથેની વાતચીતમાં નીલેશભાઇ જલુએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મ ખુબ જ પ્રાચીન ધર્મ છે. આદિકાળથી સનાતન ધર્મ ચાલતો આવ્યો છે ત્યારે સનાતન ધર્મને ઉજાગર કરવા દ્વારકાધીશના સાનિઘ્યેથી પરમ પુજય શ્રી શ્રી 1008 અનંદ વિભૂષિત  મહામંડલેશ્વર સ્વામી શ્રી કૃષ્ણનંદપુરીજી મહારાજના અઘ્યક્ષ સ્થાનેથી રપ0 થી વધુ સંતો મહંતો સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ધર્મયાત્રા યોજાઇ રહી છે. ત્યારે આગામી બુધવારે આ ધર્મયાત્રા રાજકોટ ખાતે આવશે. જે શહેરભરના વિવિધ રાજમાર્ગો પર ફરશે તથા રાત્રે લોકડાયરામાં હકાભા ગઢવી, નયનાબેન પટેલ સહિતના કલાકો રંગત જમાવશે. આ ધર્મયાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય તેવો અનુરોધ છે.

આ કાર્યક્રમમાં પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ ઉપાઘ્યક્ષ ભરત બોધરા, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો રહેશે ઉ5સ્થિત.

સનાતન ધર્મ મહાયાત્રાનો રૂટ

રણુજા મંદિર કોઠારીયા રોડ ખાતેથી પ્રસ્થાન, સહકાર મેઇન રોડ, વાણીયાવાડી મેઇન રોડ, ભકિતનગર સર્કલ, મવડી મેઇન રોડ, ચંદ્રેશનગર મેઇન રોડ, લક્ષ્મીનગર, ટાગોર રોડ, ભૂતખાના ચોક, રામકૃષ્ણ આશ્રમ, ત્રિકોણ બાગ ચોક, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, પેલેસ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, કેનાલ રોડ, પવન પુત્ર ચોક (સોરઠીયા વાડી સર્કલ ખાતે પુર્ણાહુતિ)

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.