ગાંધીજીના ૧૦ ફુટનું ચિત્રપટ ક્રિડમ યુવા ગ્રુપ દ્વારા શાળાને અર્પણ કરાયું
રાજકોટ શહેરમાં ગાંધી વિચારનાં પ્રચાર પ્રસારનું કાર્યકરતી સંસ્થા ફ્રિડમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા ગાંધીજીના નિર્વાણ દિન (શહીદ દીન) નીમીતે સંસ્થા દ્વારા શહેરની સેન્ટ ગાર્ગી વિઘા સંકુલ ખાતે ભાવપૂર્વક ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફિડમ યુવા ગ્રુપ દ્વારા પુ.બાપુ નું ૧૦ ફુટનું પુર્ણકદ નું વિરાટ ચિત્રપટ સેગાર્ગી સ્કુલને અર્પણ કરવામાં આવ્યું તથા ગાંધી જયંતિએ આયોજીત ગાંધી વિચાર યાત્રામાં ભાગ લેનાર તમામ વિઘાર્થીઓને સ્મૃતિ ચિન્હતથા પુરસ્કાર અર્પણ સમારોહ તેમજ નિર્વાણ દિને પૂ. બાપુને શ્રઘ્ધાંજલી અર્પણ કરવા વિઘાર્થીઓ દ્વારા ગાંધીજીની વેશભુષામાં સજજ થઇ ગાંધીજીના જીવનનાં અલગ અલગ અંશો વકતવ્ય દ્વારા રજુ કરવામાં આવ્યા.
આ ત્રિવેણીસંગમ કાર્યક્રમમાં રાજકોટના સમાજ જીવનનાં શ્રેષ્ઠીઓ નવનાત વણીક એસો. યુ.કે.ના વિનુભાઇ ઉદાણી, રાજકોટ નાગરીક સહકારી બેંકના શાખા સમીતીના લલીતભાઇ વડેરીયા, સાવનભાઇ ભાડલીયા, બાલભવનનાં સંચાલક કીરીટભાઇ વ્યાસ સહીતનાઓ ની પ્રેરણાત્મક ઉ૫સ્થિત રહી હતી.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ફિડમ યુવા ગ્રુપના સંસ્થાપક ભાગ્યેશ વોરા તથા સેંગ ગાર્ગી વિઘા સંકુલના આચાર્ય રમાબેન હેમભા ની રાહબારીમાં ચેરમેન મનોજભાઇ ડોડીયા, વા. ચેરમેન પ્રવીણભાઇ ચાવડા, પ્રમુખ સંજયભાઇ પારેખ, મહામંત્રી કીરીટભાઇ ગોહેલ, એ જહેમત ઉઠાવી હતી.