ગુજરાત રત્ન પૂ. સુશાંતમૂનિ મ.સા.ના નિશ્રામાં
શેઠ ઉપાશ્રય જૈન સંઘનાં આંગણે ગોંડલ સંપ્રદાયના પૂ. પ્રાણ પિરવારના ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ઼સા. એવમ સદાનંદી પૂ. સુમતિબાઈ મહાસતીજી આદી પૂ. મહાસતીવૃંદની નિશ્રામાં ધ્યાન સાધક પૂ. હસમુખમુનિ મ઼સા. ની 58મી દીક્ષા જયંતિ એવમ પૂ. ગાદીપતિ ગિરી ગુરુ પ્રેિરત ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ઼સા. સ્ફુિરત ચોવીસા યંત્ર ની જપ સ્થાપના નો સુઅવસર તથા સદાનંદી પૂ. સુમતિબાઈ મહાસતીજી નો 79 મો જન્મદીવસ આ ત્રિવેણી પ્રસંગ ઉજવવામાં આવેલ હતો. આ ત્રિવેણી પ્રસંગમાં ખૂબ જ બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ એ લાભ લીધેલ હતો.
શેઠ ઉપાશ્રય જૈન સંઘમાં મંગલ સાનિધ્ય ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ઼સા.,સદાનંદી પૂ. સુમતિબાઈ મ઼, સાધ્વીરત્ના પૂ. મનિષાબાઈ મ઼, સાધ્વીરત્ના ડો. પૂ. ડોલરબાઈ મ઼, સાધ્વીરત્ના પૂ. કલ્પનાબાઈ મ઼, સાધ્વીરત્ના પૂ. અજિતાબાઈ મ઼, સાધ્વીરત્ના પૂ. સુનિતાબાઈ મ઼, સાધ્વીરત્ના પૂ. રૂપાબાઈ મ઼ વિ. આદી ઉપસ્થિત રહેલા હતા. ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ઼સા. એ મંગલાચરણ સાથે માંગલિક ફરમાવેલ હતુ. સાધ્વીરત્ના ડો. પૂ. ડોલરબાઈ મ઼એ પ્રવચન ફરમાવેલ હતુ. ગાદીપતિ ના આશિર્વાદથી ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ઼સા. ના સ્વમુખેથી ચોવીસા યંત્ર જાપ સાધના ચાલુ કરવામાં આવેલ હતી અને પૂ. અમિતાબાઈ મ઼ એ સંપન્ન કરેલ હતી. સાધ્વીરત્ના ડો. પૂ. અમિતાબાઈ મ઼, ડો. પૂ. ડોલરભાઈ મ઼, પૂ. પન્નાબાઈ મ઼, પૂ. અજીતાબાઈ મ઼, પૂ. સંજીતાબાઈ મ઼ એવમ પૂ. ગુરુદેવએ સ્તવનો દ્વારા ત્રિવેણી પ્રસંગના કાર્યક્રમનો અનોખો ઓપ આપેલ હતો.
ચંદ્રકાંતભાઈ શેઠ, પ્રવિણભાઈ કોઠારી, બિપીનભાઈ પારેખ, જે.પી.જી.ના કાર્યર્ક્તાઓ વિ.એ અભિનંદન સાથે વિવિધ સ્તવનો રજુ કરેલ હતા. આ અવસરે સદાનંદી પૂ. સુમતિબાઈ મહાસતીજીના જન્મ જયંતિ ઉપલક્ષ નવકાર અનુપૂર્વી બુક નું વિમોચન કરવામાં આવલ હતુ જે ચંદ્રકાંતભાઈ શેઠ, પ્રવિણભાઈ કોઠારી, શૈલેષભાઈ માઉં, બિપીનભાઈ પારેખ, તનસુખભાઈ સંઘવી, વિજયભાઈ વિ. મહાનુભાવોના હસ્તે બુકનું વિમોચન કરવામાં આવેલ હતુ. લકકી ડ્રો કનુભાઈ બાવિસી ના હસ્તે કરવામાં આવેલ હતુ. આ ત્રિવેણી પ્રસંગ કાર્યક્રમમાં બિરાજીત પૂ. મહાસતીજીઓ, ગુરુ ગિરમા ગૃપ તથા જે.પી.જી. ના કાર્યર્ક્તાઓ એ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન વર્ષાબેન પારેખએ કરેલ હતુ તેમજ આભાર વિધિ ઉપપ્રમુખ શૈલેષભાઈ માઉં એ કરેલ હતી.