સરસ્વતી સન્માન, સ્નેહમિલન અને નિદાન કેમ્પનો લાભ લેવા બ્રહ્મ પરિવારોને અનુરોધ: અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાં વસતા ગુજરાતી શ્રીગૌડ માળવિય બ્રહ્મ સમાજના સેંકડો પરિવારોમાં જ્ઞાતિના ઉત્કર્ષ માટે ગુજરાતી શ્રીગૌડ માળવિય બ્રહ્મ પરીવાર ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા આઠ વર્ષથી સતત કાર્યરત છે. જે અંતર્ગત ૮મો સરસ્વતી સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમની સાથોસાથ એક ડગલું આગળ સર્વરોગ આયુર્વેદ નિદાન ફ્રી દવા કેમ્પ સહિતના ધમાકેદાર કાર્યક્રમ રવિવારે સવારે વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ, કોઠારીયા મેઈન રોડ, નિલકંઠ સિનેમાની સામેની બાજુ, સહેજ આગળના ભાગે, રાજકોટ-૨ ખાતે યોજવામાં આવનાર છે.
આ અંગે મેનેજીંગ ટ્રસ્ટી શિરીષભાઈ ભટ્ટ, આસી.મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ જોષી, ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલના વ્યવસ્થાપક મેહુલભાઈ જોષી અને જ્ઞાતિના આગેવાનોએ જણાવ્યું હતું કે, ભુલકાઓ અને વિદ્યાર્થીઓ શિક્ષણનું મહત્વ સમજે અને મહેનત કરવાનું પ્રોત્સાહન મળી રહે એ માટે સરસ્વતી સન્માન કાર્યક્રમ છેલ્લા ૭ વર્ષથી યોજીએ છીએ. જેમાં પ્લે હાઉસથી પીએચડી સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન પુરસ્કાર અર્પણ કરાશે. તેમાં આ વખતે આપણી પ્રાચીન વિદ્યા આયુર્વેદનું આરોગ્ય માર્ગદર્શન મળી રહે એ માટે પી. જે. માંગરોલીયા ટ્રસ્ટ સંચાલિત ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલના સૌજન્યથી સર્વરોગ આયુર્વેદ નિદાન તથા દવાનો ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો છે. રવિવારે સવારે ૮:૩૦ વાગ્યાથી વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ ખાતે શ‚ થનારા ફ્રી કેમ્પમાં ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલના નિષ્ણાંત આયુર્વેદાચાર્યો તેમની ખાસ સેવા આપનાર છે. જે બ્રહ્મ સમાજના પરીવારોએ લાભ લેવા ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કેમ્પમાં નિદાન ઉપરાંત એક સપ્તાહની દવા પણ ફ્રી આપનાર છે. આ ત્રિવિધ કાર્યક્રમોને સફળ બનાવવા હોદેદારો, ટ્રસ્ટીઓ અને સક્રિય કાર્યકરો બે સપ્તાહથી જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમને સફળ બનાવવા ‘અબતક’ની મુલાકાતમાં કલ્પેશભાઈ ભટ્ટ, અરૂણભાઈ ભટ્ટ, નલીનભાઈ ભટ્ટ, સુધીરભાઈ ભટ્ટ, શિરીષભાઈ ભટ્ટ, ભાવેશભાઈ જોષી, ડો.મેહુલભાઈ જોષી, સિઘ્ધાર્થભાઈ મહેતા, બિપીનભાઈ ભટ્ટ, દિપેનભાઈ જોષી, વિજયભાઈ પંડયાએ કાર્યક્રમની રૂપરેખા વિશે માહિતી આપી હતી.