ગીર સોમનાથમાં દરરોજ મોટો સંખ્યામાં લોકો ઉમટે છે. અહી સ્થિત બાર જ્યોતિર્લીંગમાંના પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ દાદાના દર્શન કરવા તેમજ પવિત્ર ત્રિવેણી મહાસંગમ ખાતે અસ્થી વિસર્જન અને પિંડદાન કરવા ભાવિકો આવે છે. પરંતુ તાજેતરમાં જિલ્લા કલેક્ટર દ્વારા ત્રિવેણી મહાસંગમ ખાતે અસ્થી વિસર્જન અને પિંડદાન કરવા પર પ્રતિબંધ ફરમાવામાં આવતા લોકોમાં રોષ પ્રવર્તયો છે. સોમનાથ ટ્રસ્ટની અરજીના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
સ્થાનિક તીર્થ પુરોહિતો અને સોમનાથ ટ્રસ્ટના સિક્યુરિટી આમને સામને આવી જતાં હોબાળો મચી ગયો છે. સ્થાનિક તીર્થ પુરોહિતો લાલઘૂમ થઈ ઉઠ્યા છે. અને આ નિર્ણયને ગેરવ્યાજબી ઠેરવી વિરોધ દર્શાવ્યો છે.
આ મામલો વધુ બીચક્યો છે અને સોમનાથના સ્થાનિકો તથા પુરોહિતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઉપવાસ આંદોલનમાં પુરોહિતો સહિત સ્થાનિકો ઉમટ્યા છે. આ આંદોલન અસ્થી વિસર્જન અને પિંડદાન વગેરે પર પ્રતિબંધ મૂકવાને કારણે કરવામાં આવી રહ્યું છે. સરકારના પ્રતિબંધના જાહેરનામાથી લોકો નારાજ છે. આ સ્થાનિકોની માંગણી પરંપરાગત ધાર્મિક ક્રિયાઓ ફરીથી શરૂ કરાવવાની છે. આ મુદે સરકાર શું પગલાં ઉઠાવશે તે જોવાનું રહ્યું !!
સોમનાથમાં ત્રિવેણી મહાસંગમ ખાતે અસ્થી વિસર્જન-પિંડદાન કરવા પર રોક મૂકાતા હોબાળો, પુરોહિતો-ટ્રસ્ટના સિક્યુરિટી આમનેસામને
ઉલ્લેખનીય છે કે ભારતભરમાં મહાતીર્થોમાં પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પિંડદાન કરવામાં આવે છે. સોમનાથ સ્થિત પવિત્ર ત્રિવેણી સંગમમાં કૃષ્ણ ભગવાન પોતે પોતાના સ્વજનોને લઇ ત્રિવેણી સંગમ આવેલ તે શાસ્ત્રોમાં વિદિત છે. પ્રભાસ તિર્થક્ષેત્રમાં જયાં હિરણ્ય, સરસ્વતી અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ થાય છે.