સ્વતંત્રતા પર્વના પૂર્વ દિને લોકજાગૃતિ અર્થે નિકળેલી તિરંગાયાત્રામાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા

પડધરીમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા શહેરભરમાં ફરી હતી. બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ તિરંગાયાત્રામાં જોડાયા હતા. પડધરી તાલુકાના અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદનાં આગેવાન શકિતસિંહ દિગ્વિજયસિંહ જાડેજા (વણપરી)ની આગેવાની હેઠળ આજે પડધરી ખાતે તિરંગાયાત્રા નિકળી હતી.

IMG 20180814 WA0010પડધરીનાં મોવૈયા સર્કલ ખાતેથી આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. બાદમાં આ તિરંગા યાત્રા શહેરભરમાં ફરી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા હતા. તિરંગાયાત્રા અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદનાં આગેવાન શકિતસિંહ જાડેજાએ જણાવ્યું કે, આવતીકાલે ૭૨મો સ્વતંત્રતા પર્વ છે.

સ્વતંત્રતાના પૂર્વ દિને લોકજાગૃતિ માટે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ તિરંગાયાત્રા મોવૈયા સર્કલથી શરૂ થઈને કે.એસ.ગાર્ડી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે સંપન્ન થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.