આજે ગણતંત્ર દિન નિમિત્તે પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહેરના બહુમાળી ભવન ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી તીરંગા યાત્રાનો શુભારંભ કરાયો.

તીરંગા યાત્રામાં ૧૦૦૦થી વધુ બાઈક અને અન્ય વાહનો સાથે મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ હોશભેર ઉપસ્થિત રહેલ. યાત્રા દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના ગગનભેદી નારાથી વાતાવરણ રાષ્ટ્રભક્તિમય બની ઉઠયું હતું. અંડરબ્રિજ થઈ કાલાવડ રોડ પર ચંદ્રશેખર આઝાદની પ્રતિમા ખાતે પહોંચી યાત્રા સમાપન પામેલ.

આ યાત્રા દરમ્યાન વલ્લભભાઈ પટેલ, ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ, સ્વામી વિવેકાનંદ તેમજ અંતમાં ચંદ્રશેખર આઝાદ ઉદ્યાન ખાતેની ચંદ્રશેખર આઝાદની પ્રતિમાઓને પુષ્પાંજલી અર્પણ કરાયેલ. આ તીરંગા યાત્રામાં મેયર ડો.જૈમન ઉપાધ્યાય, પ્રદિપ ડવ, પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળા, અમીત બોરીચા, હીતેશ મા‚, સતીષ ગમારા, સર્વેશ્ર્વર ચૌહાણ, કુલદીપસિંહ જાડેજા, વ્યોમ વ્યાસ, પાર્થરાજસિંહ ચૌહાણ અને પૂર્વેશ ભટ્ટ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.