ધ્રાંગધ્રા હાઇવે પર અવાર-નવાર અકસ્માતો સર્જાય છે. આ હાઇવે પર દર એક અઠવાડીયામાં ત્રણ એવા અકસ્માત સર્જાય છે. જેમાં કોયને કોય પોતાનો જીવ ખોઇ બેસે છે. ત્યારે ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પરના કેટલાક પોઇન્ટ અકસ્માત સર્જનાર છે જેથી વધુ પડતા અકસ્માતો આ પોઇન્ટો પર થાય છે અને આ પોઇન્ટો પર થનાર કેટલાક અકસ્માતોમાં લોકોએ જીવ ગુમાવતા કેટલાક બાળકો અનાથ અને કેટલીક મહિલાઓ વિધવા થઇ ચુકી છે ત્યારે ગઇકાલે સવારે ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ ગમખ્વાર ત્રિપલ અકસ્માતને જોતા રાહદારીઓના હદ્ય કંપની ઉઠ્યા હતાં. આઇસર, ઇકોકાર  તથા ટ્રેઇલર વચ્ચે થયેલા ત્રિપલ અકસ્માતમાં સદનશીબે કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ ત્રણથી ચાર જેટલા વ્યક્તિઓને ઇજા પામી હતી. ઇકોકાર, આઇસર અને ટ્રેઇલર વચ્ચે થયેલા અકસ્માતમાં એકબીજા પાછળ વાહનો ઘુસી જતે ત્રિપલ અકસ્માત સર્જાયો હોવાનું જણાઇ આવ્યું હતું. આ ત્રિપલ અકસ્માતમાં મોટી જાનહાની થતા અટકી હતી અને ત્રણથી ચાર લોકોને નાની-મોટી ઇજા થતા ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.

જો કે અહિં ફોરલાઇન હાઇવે પર આવેલા સીએનજી પંપના લીધે નાના વાહનોની અવર-જવર ખૂબ જ રહેતી હોય છે. અને ધ્રાંગધ્રાથી આવતા વાહનોના સામેની સાઇડમાં આ પંપ હોવાથી કેટલાક વાહન ચાલકો રોંગ સાઇડમાં જ પોતાનું વાહન ચલાવતા નજરે પડે છે. વળી પેટ્રોલ પંપના માલિક દ્વારા વચ્ચેનું ડીવાઇડર પણ તોડી પાડતા અહીં અકસ્માતનો ભય ખૂબ જ વધુ પ્રમાણમાં રહેલો છે જેથી આ પોઇન્ટ પર અકસ્માત થવાનું કારણ સીએનજી પંપ માલિક અને વાહનચાલકોની બેદરકારી જ ગણાવી શકાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.