એઇડસ પ્રીવેન્શન કલબ દ્વારા ૧લી ડીસે. વિશ્ર્વ એઇડસ દિવસ નીમીતે રેલી સેમીનાર છાત્રોની રેડ રીબન સહીતના વિવિધ જનજાગૃતિના કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં રાજકોટ મનપા આરોગ્ય શાખા જીલ્લા શિક્ષણાધિકારી કચેરી, શિક્ષણ સમીત, કણસાગરા કોલેજ, આત્મીય કોલેજ, વિરાણી સ્કુલ, પંચશીલ સ્કુલ, જી.ટી.શેઠ સ્કુલનો સહયોગ મળી રહ્યો છે. આ દિવસે રાજકોટના તમામ નાગરીકોએ એઇડસ જાનજાગૃતિનું પ્રતિક રેડ રીબન પીન અપ કરીને રાજકોટને રેડ રીબન નગર બનાવવા સંસ્થાએ અનુરોધ કર્યો છે.

વિગત આપતા અરુણ દવેએ જણાવ્યું હતું કે એઇડસ દિવસના પૂર્વ દિવસે ૩૦મીએ વિરાણી સ્કુલ ખાતે સવારે ૧પ૦૦ છાત્રો દ્વારા રેડ રીબન નિર્માણ કરાશે. તા.૧લીએ રીબન બનાવીને કોલેજથી સ્વામીના મંદીર અંડર બ્રીજ થી કિશાનપરા ચોક ત્યાંથી પરત એ જ રુટ પર વોક ફોર એઇડસ જનજાગૃતિ રેલી યોજવામાં આવશે. આજ દિવસે બપોરે ૩ વાગ્યે પંચશીલ સ્કુલ ખાતે ભુલકાઓ દ્વારા કેન્ડલ લાઇટ રેડ રીબન બનાવવામાં આવશે. તા.રજી ને શનિવારે સવારે ૮.૩૦ કલાકે જી.ટી.શેઠ સ્કુલ, કે.કે.વી. ચોક ખાતે ૧પ૦૦ છાત્રોનીવિશાળ રેડ રીબન બનાવવામાં આવશે. વિશ્ર્વની સાથે રાજકોટમાં પણ ૩૦ નવેમ્બરથી ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી ર૦૦ થી વધુ વિવિધ એઇડસ જાગૃતિ કાર્યક્રમ

સંસ્થા દ્વારા યોજવામાં આવશે. જેમાં શાળા કોલેજમાં સેમીનાર એઇડસ મોબાઇલ હેલ્પ લાઇન પર ટુંકા પ્રશ્ર્નોના જવાબ વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન અરુણ દવે, પ્રોજેકટ ચેરમેન વિશાલ કમાણી તથા કમીટીના મીલન દવે, મોહીત રામાણી, હીનાબેન દવે, સિઘ્ધપરા સુશાંત સહીતના કાર્યરત છે. આ દિવસે એઇડસ જનજાગૃતિનું ૧૦૦ ફુટ લાબું બેનર લામ્બી રેડ રીબન વિવિધ પેમ્પલેટસ ડિસ્પ્લે કાર્ડ સહીતનું રેલીનું આકર્ષણ રહેશે. સમગ્ર શહેરમાં એઇડસ દિવસ નીમીતે જનજાગૃતિનું મેધધનુષ્ય રચાશે.

એઇડસ દિવસની ઉજવણી સંદર્ભે કોર્પોરેશન આરોગ્ય શાખાના ડો. મનીષ ચુનારા, ડો. પંકજ રાઠોડ, ડી.ઇ.ઓ. કચેરીના ડો. એમ.આર. સગારકા, પિયુષભાઇ હિંડોચા, સોનલ પરમા, શાસનાધિકારી દેવદત્ત પંડયા, કણસાગરા કોલેજના પ્રિન્સીપાલ ડો. કાલરીયા ડો. યશવંત ગોસ્વામી આત્મીય કોલેજ ના નલીનભાઇ ઝવેરી, આચાર્ય સંઘના સંજય પંડયા, કોટેચા સ્કુલના સ્વાતિબેન જોશી જી.ટી. સ્કુલના આચાર્ય ભાવેશભાઇ દવે તેમજ સતીશભાઇ તેરૈયા, પંચશીલ સ્કુલના ડી.કે. વાડોદરીયા સહીતના લોકો સહયોગ આપી રહ્યા છે.

વિશ્ર્વ એઇડસ દિવસ ઉજવણી સંદર્ભે સોશીઅલ નેટવકનાં ફેસબુક પેજ ને સમગ્ર વિશ્ર્વના ર૦૦ થી વધુ દેશોમાં સરાહના સાથે લાઇક મળી રહી છે.

વિશ્ર્વ એઇડસ દિવસ ઉજવણીમાં જોડાવવા માંગતા યુવાનોએ સંસ્થાના કાર્યાલય રાજકોટ મનપા વોર્ડ ઓફીસ રાષ્ટ્રીય શાળા મેઇન રોડ ઉપર સવારે ૧૦ થી ૧ર ચેરમેન અરુણ દવેનો સંપર્ક અથવા વધુ માહીતી માટે હેલ્થ લાઇન ૯૮૨૫૦ ૯૮૦૦૦ સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.