મૂર્તિ પ્રતિષ્ઠા, સત્સંગી જીવન કથા અને મહાવિષ્ણુયાગનું આયોજન
સહજાનંદ ગૂરૂકુળ મંદિર ખાંભા દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠ મહોત્સવ, સત્સંગી જીવનકથાઓ ત્રિદિનાત્મક મહાવિષ્ણુયાગ જેવા ત્રિવેણી ધાર્મિક કાર્યક્રમો તા.૯ થી ૧૩ડિસેમ્બર સુધી પૂજય, વંદનીય ગૂરૂ દેવશાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી ૫૧ હરિમંદિર બાંધનારના આર્શિવાદ અને કૃપાથી સદગૂરૂશાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી જૂનાગઢ મહાપૂજા મંદિર બાંધનારના સંકલ્પ અનેપ્રેરણાથી સહજાનંદ ગુરૂકુળ ખાંભા,જિલ્લો અમરેલીમા ઉપરોકત ત્રિવેણી ધાર્મિક કાર્યકમોનુંકોઠારી સ્વામી, શાસ્ત્રી સ્વામીરાધારમણદાસજી સ્વામીના પ્રમુખ સ્થાને ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે.
મહોત્સવનાં અધ્યક્ષ શાસ્ત્રી સ્વામી માધવદાસજી ઉના, શાસ્ત્રી સ્વામીરાધારમણદાસજી ખાંભા મહોત્સવનાઉપાધ્યક્ષ પૂજય કોઠારી સ્વામી, સિધ્ધવલ્લભદાસજી જૂનાગઢ, તથા પૂ. સ્વામી હરિદાસજી ખાંભા રહેશે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિધ્ધ કથાકાર વિદ્વાન સદગુરૂ શાસ્ત્રી સ્વામી શ્રીજીપ્રકાશદાસજી કથાના વ્યાસાસને બિરાજી સ્વામિનારાયણ ભગવાનનાલીલાચરીત્રોથી ભરપૂર એવા સત્સંગીજીવન ગ્રંથની દિવ્ય કથામૃતનું રસપાન કરાવશે.
સંતોતથા હરિભકતોના હેત અને હૈયા જીતી લેશે. સંદીપ ભગત તથા તેમનું કલાવૃંદ સંગીતના સૂરોરેલાવશે. મોત્સવના મુખ્ય યજમાન સ્વ. કાનજીભાઈ સુહાગીયાની સ્મૃતિમાં (રાજુલા) કથાનામુખ્ય યજમાન સોહમસિંહ ચુડાસમા રાજેકા હાલ યુ.એસએ. રહેશે.
ઠાકોરજીની નગર યાત્રા તા.૧૨.૧૨.૧૮ના રોજ સાંજના ૪ કલાકે, પ્રાણ પ્રતિષ્ઠા વિધિ તા. ૧૩.૧૨.૧૮ના રોજ સવારે, કથા પૂર્ણાહુતિ બપોરનાં ૧૨ કલાકે રાત્રીનાં સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવેલ છે. દંતયજ્ઞ, નેત્રયજ્ઞ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
સભાનું સંચાલન શાસ્ત્રી સ્વામી રામસ્વામી (હાથીજણ), શાસ્ત્રી સ્વામી લક્ષ્મીનારાયણદાસજી (ઉના) તથા રાજુભાઈ હરિયાણી (ખાંભા) કરી સૌનો રાજીપો મેળવશે.