IPL માં કુલ ૬ સદી લાગી છે પણ વાઈડ બોલે તો અનેક ટીમને જીતાડી દીધા છે અને હવે તો વાઈડ બોલની પણ ત્રેવડી સદી થઇ ગઈ છે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દિગ્ગજ ખેલાડીઓથી ભરેલી એવી ટૂર્નામેન્ટ છે, જેમાં ભૂલથી પણ ભૂલ થવી જોઈએ નહી. દરેક ટીમ પાસે બેટ્સમેન અને બોલિંગ કોચ છે અને મોટાભાગના વિશ્વ ક્રિકેટના મોટા નામ જોડાયેલા છે. આઈપીએલમાં એક-એક રન મહત્વપૂર્ણ છે અને અનુશાસન વગર મેચ જીતવી મુશ્કેલ છે.

પરંતુ ૧૧ વર્ષ જુની ટૂર્નામેન્ટ થયા છતાં આઈપીએલમાં વાઈડ અને નો બોલની સંખ્યા કેટલાક પ્રશ્ન ઉભા કરી રહી છે.આઈપીએલ-૧૧મી સિઝનમાં ૧૩ મે સુધી થયેલ લીગની ૪૭મી મેચ સુધી માત્ર એક જ મેચ એવી રહી જેમાં એકપણ વાઈડ બોલ નાંખવામાં આવ્યો નહતો. આ વખતે પાંચ બેટ્સમેનોના જ શતક બન્યા છે, જ્યારે વાઈડ બોલથી તો ત્રેવડી સદી બની ચૂકી છે. અત્યાર સુધી થયેલ મેચોમાં ૩૪૬ વાઈડ બોલ ફેંકવામાં આવ્યા છે અને આના પર મળનાર રનોની સંખ્યા આનાથી ઘણી વધારે છે. બીજી તરફ દેખવામાં આવે તો ટીમો વાઈડ બોલના કારણે ૫૭થી વધુ વધારાની ઓવર નાંખી ચૂકી છે.

અનુભવ વગરના બોલરને એક વખત વાઈડ બોલ નાંખવા પર માફ કરવામાં આવી શકે છે. પરંતુ કોઈ ટેસ્ટ ક્રિકેટર અને આંતરાષ્ટ્રીય વનડે રમી ચૂકેલ બોલર્સ એમ્પાયરને બે હાથ લાંબા કરવા પર મજબૂર કરે તો થોડૂ આશ્ચર્ય થાય તે જરૂરી છે.

પંજાબ કિંગ્સ ઈલેવન અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ૧૬મી મેચમાં પંજાબના બોલરે વાઈડના દસ રન આપ્યા અને આમાંથી ચાર કેપ્ટન અશ્વિનના નામે છે. ૩૧મી મેચમાં ૧૦ વાઈડ બોલ્સથી ૧૮ રન મળ્યા અને તે વિરાટ કોહલીની આરસીબી અને રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થયેલ મેચમાં નાંખવામાં આવ્યા.

આ મેચમાં આરસીબીના વોશિંગ્ટન સુંદરને છોડીને બાકીના બોલર ઉમેશ યાદવ (૨) ટિમ સાઉથી (૧), યૂઝવેન્દ્ર ચહલ (૩) અને કોલિન ગ્રાન્ડહોમે (૧) ૧.૪ વધારાની ઓવર નાંખીને ગયા. રસપ્રદ વાત તે છે કે, જે ટીમોના વાઈડ બોલ વધારે છે તેમાંથી મોટાભાગની ટીમોએ પહેલા બેટિંગ કરી લીધી હતી અને તેના બોલર્સને આક્રમક બોલિંગ કરીને પોતાના સ્કોરને બચાવવાનો હતો.કેટલાક મુકાબલા એવા પણ રહ્યાં, જેના પર વાઈડ બોલની અસર સ્પષ્ટ દેખાય છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટરાઈડર્સ વચ્ચે ૩૩મી મેચ કંઈક આવી જ રહી.મહેન્દ્રસિંહ ધોનીની ટીમે ચેન્નાઈએ પહેલા બેટિંગ કરીને ૧૭૭ રનનો ટાર્ગેટ આપ્યો. પરંતુ ધોનીના બોલર્સે ૭ વાઈડ બોલ પર ૧૦ રન લૂંટાવી દીધા. એટલે કે, આ મેચમાં ચેન્નાઈના બોલર્સે એક એક્સ્ટ્રા ઓવર નાંખી. કેકેઆર તે મેચ ૧૭.૪ ઓવરમાં જ જીતી ગયું.આઈપીએલને ગળાકાપ સ્પર્ધાભરી ટૂર્નામેન્ટના રૂપમાં વેચવામાં આવે છે પરંતુ ૩૦૦થી વધારે વાઈડ બોલ એક રહસ્યમય ભાગ છે.

આમ બલ્લાથી અત્યાર સુધીમાં પાંચ જ શતક બની છે અને તે રિષભપંત, અંબાતી રાયડૂ, શેન વોટ્સન, એબી ડિવિલિયર્સ અને ક્રિસ ગેલના નામે છે. વાઈડ ઉપરાંત અત્યાર સુધી લગભગ ૩૧ નો બોલ નાંખવામાં આવી છે, જ્યારે ૩૯ બેટ્સમેન રન આઉટ થઈ ચૂક્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.