ઉપલેટા તાલુકાના મોટી પાનેલી અને ખારચિયા ગામની વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યા હતાં. મોટી પાનેલીથી રબારીકા ગામ આવતા મોટરસાયકલ પર સવાર બે વ્યક્તિમાંથી ચાલક સંજય રવજીભાઈ બગડા ( ઉ.વ. 28 )ને ગંભીર ઇજા થતાં ઉપલેટાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો.
જ્યારે પાછળ બેઠેલ સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામના યુવાન અશ્વિનભાઈ કાંતિભાઈ મકવાણા ( ઉ.વ.25) તેનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. સામે ઉપલેટા તરફથી ડમ્પર આવી રહ્યુ હોય ત્યારે આ લોકો પાનેલીથી રબારીકા તરફ જતા હતા. એ અરસામાં ડમ્પરની પાછળથી અચાનક ઇકોસ્પોટ ગાડી નીકળતા પ્રથમ ઇકોસ્પોટ ગાડી ડમ્પરમાં અથડાઇ ત્યારબાદ ઇકોસ્પોટ ગાડીએ ટુ-વ્હીલરને અડફેટે લેતા આ બનાવ બન્યો હતો. જ્યારે ઉપલેટાની કારમાં ત્રણ લોકો સવાર હતા.
પાછળ બેઠેલ ઉપલેટા ગામના સચિનભાઈ સિદ્ધપુરાનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.