ખંભાળિયા પાલિકાના ચૂંટણી જંગમાં ભાજપ કોંગ્રેસ સાથે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું હોય જંગમાં મહત્વની ભૂમિકા ભજવે તેવી શકયતા જાણકારો વ્યકત કરી રહ્યા છે.ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે ઉમેદવારોની પસંદગીના અંતિમ રાઉન્ડમાં ભાજપ સહિત અન્ય અપક્ષોએ તળજોડની જાતિ અખત્યાર કરી આશ્ર્ચર્ય સજયું છે.વિવિધ રાજકીય પક્ષો સામે અહિં વ્યંઢળનો મઢ ચલાવતાં કિ-નર વાસંતીદે કુસુમદે નાયકે વાજતે ગાજતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
જયારે ભાજપે કોંગ્રેસના સિમ્બોલથી ગત ચૂંટણીમાં ચૂંટાયેલા વિરોધ પક્ષના સભ્ય ઇમ્તીયાઝ ખાન લોદીના તથા કોંગ્રેસના મજબૂત ઉમેદવાર રેખાબેન ખેીતયાને ખેડવી ભાજપમાં ભેળવ્યા હતા.પાલિકા (ગતટર્મ) પ્રમુખ શ્ર્વેતાબેન શુકલને ભાજપે ટિકિટ ફાળવી ન હતી. તેમના સ્થાને વોર્ડ નં.૪ના આવતા કોંગ્રેસ મહિલાને સામે ચાલી ટિકિટ આપી હતી.નગરપાલિકાની ૨૮ બેઠકોમાં ભાજપ દ્વારા ૨૬ તથા કોંગ્રસ દ્વારા ૧૩ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ૧૩ નામોની ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ભાજપ માટે તનહાડ મહેનત કરનાર કેટલાક મહેનતુ કાર્યકરો દ્વારા ટિકિટ માંગવામાં આવી હતી પરંતુ તેઓની માંગણી ફગાવવામાં આવી હતી જેથી હાર્દિક બોડા નામના કાર્યકરે તત્કાલ ભાજપ છોડી કોંગ્રેસનો ખેંચ ધારણ કર્યો હતો.કોંગ્રેસ દ્વારા તેમના મહિલા આગેવાન તથા વોર્ડ નં.૪ના ઉમેદવાર ભાજપમાં જોડાયા હોય તે ખાલી જગ્યામાં ભાજપ માંથી આવેલા કાર્યકરના પરિવારને ટિકિટ ફાળવવામાં આવી હતી.દેવભૂમિ દ્વારકા જિલ્લાની પંચાયતની ૨૨ બેઠકો પૈકી ભાજપ દ્વારા ૧૮ ઉમેદવાર તથા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ૮ અને ૪ ઉમેદવારો બિન સતાવાર જાહેર કર્યા છે. પ્રથમ વખત ચૂંટણીમાં આવેલ આમ આદમી પાર્ટીને ભાજપ, કોંગ્રેસથી નારાજ સભ્યોનો લાભ મળી શકે છે. પરિણામે આમ આદમી પાર્ટી પણ આ જંગમાં મહત્વની ભૂમિકા અદા કરી શકે છે.