-
દશ હજાર સ્કેવર ફૂટની હોસ્પિટલ સૌરાષ્ટ્રનું સૌથી આધુનિક વિશ્ર્વકક્ષાનું ઓપરેશન થિયેટર: અદ્ભુત એર ફિલ્ટર સિસ્ટમ
-
ડો.કવિતા પટેલ, ડો.હર્ષલ કાલરીયા, ડો.ક્રિષ્ના પટેલ તથા ડો.જાહનવી કાલરિયાના વર્ષોના અનુભવનો લાભ એક જ જગ્યાએ મળી રહેશે
એક સમય હતો કે, નિ રિપ્લેસમેન્ટની નોબત આવે એટલે રાજકોટ-સૌરાષ્ટ્રના દર્દીઓએ અમદાવાદની વાટ જ પકડવી પડતી. રાજકોટમાં રિપ્લેસમેન્ટ કરાવો તો ચામડાં ચીરી નાખે તેવા કોર્પોરેટ હોસ્પિટલ્સના પેકેજ. દર્દીની મજબુરી હોય એટલે નાછૂટકે સર્જરી ત્યાં કરાવવી જ પડે. પણ હવે આ બધી વાતો ભૂતકાળ બની ગઈ છે. રાજકોટના મવડી મેઈન રોડ પર મારવાડી સ્ટોક બ્રોકિંગ સામે ટ્રિનિટી હોસ્પિટલમાં હવે વિશ્ર્વ કક્ષાની નિ રિપ્લેસમેન્ટ સુવિધા અત્યંત વાજબી ફીમાં ઉપલબ્ધ છે.
શહેરના ઓર્થોપેડિક સર્જન ડો.હર્ષલ કાલરિયા અને ડો.કવિત પટેલ અહીં નિ રિપ્લેસમેન્ટની સેવાઓ આપી રહ્યા છે. સોમનાથ-વેરાવળના ડો.ડાહ્યાભાઈ કાલરિયા અને ડો.જે.એચ.પટેલના આ બેઉ પુત્રોને આમ પણ વારસામાં મેડિકલ સાયન્સની આગવી કોઠાસુઝ અને જ્ઞાન મળ્યાં છે. ઉપરાંત તેમણે અત્યંત ઉચ્ચ અભ્યાસ પણ કર્યો છે.
બરોડા મેડિકલ કોલેજથી એમ.એસ.કર્યા બાદ તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં તથા રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં પણ વર્ષો સુધી આ જ ક્ષેત્રે સેવાઓ આપી છે.
ટ્રિનિટી હોસ્પિટલમાં ઉતમોતમ ડોકટર્સની સેવાઓ ઉપરાંત વિશ્ર્વ કક્ષાની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અહીંનું ઓપરેશન થિયેટર સમગ્ર સૌરાષ્ટ્રની તમામ પ્રાઈવેટ હોસ્પિટલોમાં નંબર-વન ગણાય એવું છે. સેન્સિટિવ સર્જરી માટે વિશ્ર્વભરના નિષ્ણાંતો જેના પર ભાર મુકે છે તે સ્પેશિયલ એર ફિલ્ટર સિસ્ટમ અહીં ઈન્સ્ટોલ કરવામાં આવી છે. એન્ટી બેકટેરિયલ ગણાતા એપોકસી કલરથી સજજ એવા આ ઓપરેશન થિયેટરમાં કયાંય ખૂણો રખાયો નથી. ૧૨ હજાર ચોરસ ફુટ બાંધકામ ધરાવતી આ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર, પોર્ટેબલ એકસ-રે મશીન, ડિજિટલ એકસ-રે, ફુલ્લિ હોરિઝોન્ટલ ઓટોકલેવ સિસ્ટમ, વેન્ટિલેટર, મલ્ટીપારા મોનિટર, ઈલેકટ્રો કોટરી તથા સકસન મશિન વગેરે પણ છે. હોસ્પિટલમાં દરેક લોકોના બજેટને અનુકૂળ રહે તે માટે ડીલકસ, સ્યૂટ ‚મ જેવા વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે.
ગોઠણ અને થાપાના સાંધા બદલવા માટે અત્યાધુનિક સુવિધા ઉપરાંત ચોવીસ કલાક ટ્રોમા કેર, સાંધાના તથા ખુલ્લા ઘાનાં ફેકચર માટેની સારવાર, આંગળી તથા હાથની ઔધોગિક ઈજાઓ, સ્પોર્ટસ ઈન્જરી તથા સ્પાઈન કિલનિકની સવલતો પણ હોસ્પિટલમાં છે. ટ્રિનિટી હોસ્પિટલમાં પ્રસુતિ અને સ્ત્રી રોગના નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટ ડો.જાહનવી કાલરિયાની સેવાઓ પણ ઉપલબ્ધ છે. ક્રિષ્ના હોસ્પિટલમાં સેવાઓ આપી ચુકેલા ડો.જાહનવીએ એન્ટીનેટલ સોનોગ્રાફીમાં વિશિષ્ટ તાલીમ મેળવી છે. તેઓ પ્રસુતિ પહેલાની તથા બાદની સારવાર આપે છે. વ્યંધ્યત્વ નિવારણ, પી.એ.પી. ટેસ્ટ, ગર્ભાશયના મુખના કેન્સરની સારવાર પણ પુરી પાડે છે. ગર્ભાશય તથા અંડાશયની બીમારીની ટ્રીટમેન્ટ, દુરબીનથી થતા ઓપરેશનના પણ એકસપર્ટ છે. તેમજ પેથોલોજીસ્ટ ડો.ક્રિષ્ના કવિત પટેલની લેબોરેટરી પણ છે. આ લેબ પણ અત્યાધુનિક છે. તેમાં હિસ્ટોપેથોલોજી, સાયટોલોજી, હોર્મોન તથા ટયુમર માર્કર, સિરોલોજી તથા ઈમ્યુનોલોજી જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. ખરા અર્થમાં ટ્રિનિટી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. રાજકોટમાં વૈશ્ર્વિક કક્ષાની સુવિધાઓ કોર્પોરેટ હોસ્પિટલની સરખામણીમાં ૫૦% જેટલા જ ખર્ચમાં નિ રિપ્લેસમેન્ટ કરી આપતી આ હોસ્પિટલ રાજકોટ માટે આશીર્વાદ‚પ સાબિત થવાની છે.