તૃણમુલ કોંગ્રેસના ૨૧માં સ્થાપના દિવસે પાર્ટીએ પોતાનો રાજકીય એજન્ડા સ્પષ્ટ કર્યો: પ્રગતિશીલ ભારત માટે મમતા શ્રેષ્ઠ વડાપ્રધાન પુરવાર થશે તેવો દાવો કર્યો

પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમુલ કોંગ્રેસની સ્થાપનાને ગઈકાલે ૨૦ વર્ષ પૂર્ણ થઈને ૨૧ વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે પાર્ટી પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને પાર્ટીએ આગામી લોકસભાની ચૂંટણી માટે વિપક્ષી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા છે. પાર્ટીએ ૬૩ વર્ષીય મમતા બેનરજીના નેતૃત્વમાં ધર્મનિરપેક્ષ અને પ્રગતિશીલ ભારત બનાવવા માટે કામ કરવાના સોગંદ લીધા હતા.

વર્ષ ૨૦૧૯ને બદલાવનું વર્ષ ગણાવતા પાર્ટીના વરિષ્ટ કાનુનવિધ અભિષેક બેનરજીએ જણાવ્યું હતું કે, પાર્ટી એક ઐતિહાસિક વળાંક પર છે જયાંથી તે નવીદિલ્હીમાં મજુર વર્ગના કલ્યાણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. અભિષેક બેનરજી કે જેઓ મમતા બેનરજીના ભત્રીજા છે તેમને કહ્યું હતું કે, ‘દેશમાં અચ્છે દીન’ આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૧૯નું વર્ષ પરિવર્તન અને સંઘર્ષનું વર્ષ છે.

આ સુનિશ્ચિત કરવા માટે આપણે ભારે મહેનત કરવી પડશે તે માટે આપણે મમતા બેનરજીના નેતૃત્વમાં આ દેશના નાગરિકો માટે એક ધર્મનિરપેક્ષ અને પ્રગતિશીલ ભારતની ભેટ આપી શકીએ છીએ. તેમ ટીએમસીના ૨૧માં સ્થાપના દીને એક વિડીયો સંદેશમાં બેનરજીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી પાર્ટી આજે ૨૧ વર્ષની થઈ ગઈ છે. ૨૧ની સંખ્યા ભારે મહત્વપૂર્ણ છે. કારણ કે આ સંખ્યા સંઘર્ષ, યુવાવસ્થા અને બદલાવને દર્શાવે છે.

ટીએમસીની સ્થાપના ૧ જાન્યુઆરી ૧૯૯૮માં મમતા બેનરજીએ કરી હતી. જેમને કોંગ્રેસ પક્ષ દ્વારા રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો જે બાદ કોંગ્રેસથી નારાજ થઈને ટીએમસીની સ્થાપના કરી હતી. હાલમાં ટીએમસી પાસે પશ્ચિમ બંગાળની ૪૨ લોકસભાની બેઠકોમાંથી ૩૪ બેઠકો છે. આ પ્રસંગે મમતા દીદીએ પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આપણી યાત્રા સંઘર્ષપૂર્ણ છે. આપણે હજુ પણ સંઘર્ષ કરવાનો છે અને આ સંઘર્ષ માટે દ્રઢ સંકલ્પ રાખીએ છીએ.

ટીએમસી છેલ્લા થોડા વર્ષોથી એક વ્યાપક રાજનૈતિક સ્થાન પર ધ્યાન રાખીને બેઠી છે. ભાજપ વિરોધી વિપક્ષી ગઠબંધન બનાવવામાં સૌથી આગળ છે અને તે માટે આગામી ૧૯ જાન્યુઆરીએ કોલકત્તામાં વિપક્ષી દળોની એક રેલીનું આયોજન કર્યું છે. મમતા દીદી દેશભરમાં તે માટે પ્રવાસ કરી રહ્યાં છે અને વિપક્ષીદળોને મળી વિપક્ષી મહા ગઠબંધન બનાવવા માટે મહેનત કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.