૧૫૦ ફૂટ રીંગરોડ પર આવેલું ત્રિમૂર્તિ બાલાજી મંદિર; સંત સંમેલન, મહાયજ્ઞ ઉપરાંત વિવિધ ઉત્સવો ઉજવાય છે
રાજકોટ શહેરના ૧૫૦ ફૂટરીંગરોડ ત્રિમૂર્તિ બાલાજી મંદિરની સ્થાપના ૧૯૯૪માં શ્રાવણ માસમાં કરવામાં આવેલ સ્થાપના વખતે આ મંદિર નાનું હતુ તેમજ વિસ્તાર પણ બહુ ઓછો વિકસીત હતો ત્યારબાદ બાલાજી મંદિરનું રીનોવેશન કામ હાથ ધરાયું અને સુંદર મંદિર અને ભવ્ય મંદિર નિર્માણ કરવામા આવ્યું મંદિરમાં બાપા સીતારામ, ગણેશ ભગવાન, શાંઈબાબાની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ.અહીં ત્રિમૂર્તિ બાલાજી ચાંદીના ભવ્ય સિહાસન પર બિરાજમાન છે સિહાસનની સ્થાપના ૨૦૧૮ કરવામાં આવેલ આ સાથે સિહાસનની સ્થાપના અને મહાયજ્ઞ પણ યોજાયો હતો. તેમજ સંત સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતુ આ અવસરે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.
આ મંદિરે પૂ. મોરારીબાપુ, પૂ. રમેશભાઈ ઓઝા પણ પધાર્યા હતા. આ મંદિરે તમામ ઉત્સવો ઉજવાય છે. દિવાળી, જન્માષ્ટમી, હનુમાન જયંતિ, રામનવમી, શરદપૂનમ સહિતના તહેવારો ઉજવાય છે. અહી તમામ ભકતોનો ખૂબ સારો સાથ સહકાર મળી રહ્યો છે.
અહી દિનેશ મહારાજ તથા દવે મહારાજ ખૂબ સારી સેવા આપે છે. આ ઉપરાંત સેવકો બાબુભાઈ સોલંકી, ભરતભાઈ બાબરીયા, ઈલુભાઈ પોપટ, ડાયાભાઈ પટેલ, ભગીરથભાઈ જાડેજા, હસુભાઈ, વિજયભાઈ ચુડાસમા વગેરે સાથ સહકાર મળી રહ્યો છે.