ગણેશોત્સવ દ્વિતીય દિને હજારો શ્રોતાઓએ મોડી રાત સુધી હાસ્ય દરબાર મન ભરીને માણ્યો: કાલે નાના બાળકો માટે ઓપન ટુ ઓલ શ્ર્લોક સ્પર્ધા, રાત્રે ડાન્સ ટેલેન્સ-શો અને કોલેજના છાત્રોનો બેન્ડ શો
છેલ્લા ર4 વર્ષથી રાજકોટના ત્રિકોણબાગ ચોક ખાતે ઉજવાતાં ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવમાં દર વર્ષે વિવિધતા સભર આયોજનને કારણે આ અનોખા ગણપતિ ઉત્સવે લોકપ્રિયતાના શિખરો સર કર્યા છે. અહિ મળસ્કાથી મોડી રાત સુધી દર્શનાર્થીઓનો પ્રવાહ ચાલુ જ હોય છે. ગણેશ ઉત્સવોને રાજય કક્ષાનો ‘લોકમાન્ય તિલક એવોર્ડ’ આપવામાં આવે છે. ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવને રાજયના શ્રેષ્ઠ ગણપતિ મહોત્સવ માટે સાત વર્ષ આ એવોર્ડ મળ્યો છે. ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવ રાજકોટનું ગૌરવ છે. છેલ્લા અઢી દાયકાથી રાજકોટમાં ઉમંગ અને આસ્થાથી ઉજવાય છે. આજે રાજકોટમાં 1000 ઉપરાંત સાર્વજનીક ગણેશ ઉત્સવો ઉજવાય છે, તેના પ્રારંભના પાયામાં ત્રિકોણબાગ કા રાજા છે. ગઇકાલે ત્રિકોણ બાગ કા પંડાલમાં પધારેલા પોલીસ કમિશ્નર, રાજકોટ રાજુ ભાર્ગવ, ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. યુવરાજસિંહ જાડેજા, વાવડી, ત્રાયાજના રાજવી રાજદીપસિંહ જાડેજા, ધર્મરાજસિંહ ગોહેલ, રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ, સાઇબર ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. રામ સાહેબ વગેરે મહાનુભાવોએ જીમ્મી અડવાણીની ભાવનાઓને બિરદાવીને અભિનંદન આપ્યા હતા.
જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા રકતદાન અને નેત્ર નિદાન કેમ્પ યોજાશે
જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટ, ઇન્ડિયન રેસ્ટ સોસાયટી રાજકોટ જીલ્લા શાખા તેમજ ત્રિકોણબાગ કા રાજાના સંયુકત ઉપક્રમે ત્રિકોણબાગ ખાતે તા. 4 ને રવિવારે સાંજે 5 થી 9 રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે. સાથે સાથે નેત્રદાન પખવાડા અંતર્ગત આંખ માટે ફ્રી નિદાન કેમ્પ તેમજ અંગદાન, ચક્ષુદાન, ત્વચાદાન, દેહદાનના સંકલ્પ પત્રો ભરવાનું આયોજન કરેલ છે. તો આ સેવાનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે. વધુ માહીતી માટે ઉમેશ મહેતા મો. નં. 94285 06011 નો સંપર્ક કરવો.
કાર્યકરોમાં અનેરો ઉત્સાહ
આ ભવ્યાતિ ભવ્ય આયોજનને સર્વાગી સફળ બનાવવા જીમ્મીભાઇ અડવાણીના માર્ગદર્શન હેઠળ જયપાલસિંહ જાડેજા, ચંદુભાઇ પાટડીયા, સંજય ટાંક, નિલેશ ચૌહાણ, બીપીન મકવાણા, અભિષેક કણસાગરા, ધવન ત્રિવેદી, ભરત ટેલવાણી, દીલીપભાઇ પાંધી, ધવલ કાચા, રવિ ગોંડલીયા, કૃષ્ણ ભટ્ટ, ધવલ અડવાણી, પ્રકાશ જિંજુવાડીયા, પરાગ ગોહેલ, શ્યામ જાવીયા આશીષ કામલીયા, હર્ષજીત ચુડાસમા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
આજે અને કાલે રાત્રે વિશેષ કાર્યક્રમો
આજે ગણપતિ મહોત્સવના તૃતીય દિને રાત્રે 8.30 વાગ્યે રામ અર્ચનાનો ભકિત કાર્યક્રમ, કાલે શનિવારે સાજે 4.30 વાગ્યે શહેરના નાના બાળકો માટે શ્ર્લોક સ્પર્ધા અને રાત્રે 9 વાગ્યે શહેરની શાળાઓના બાળકો દ્વારા ભવ્ય ડાન્સ ડેલેન્ટ શો યોજાશે. જેમાં બાળકોને વિવિધ ઇનામોથી બિરદાવવામાં આવશે. સમાજના વિવિધ વર્ગના બાળકોમાં ધરબાયેલી પડેલ સુષુપ્ત શકિતઓને અભિવ્યકત કરવાનો ઉદેશથી જ શહેરના તમામ બાળકો, વિઘાર્થી ઓ માટે વિવિધ જાહેર હરિફાઇઓનું આયોજન કરવામાં આવે છે. તેમાં ભાગ લેનારને ભેટ આપીને પ્રોત્સાહીત કરવમાં આવે છે. કાલે રાત્રે 9.30 વાગ્યે ક્રાંતિ ગ્રુપ કોલેજના વિઘાર્થીઓ દ્વારા ભવ્ય બેન્ડ શો યોજાશે.
મહાઆરતીમાં મહાનુભાવોની ઉ5સ્થિતિ
ગઇકાલ સાંજની મહાઆરતીમાં સરગમ કલબના ગુણુભાઇ ડેલાવાળા, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ દિપ્તીબેન સોલંકી, પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મહામંત્રી હંસાબેન સાપરિયા, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના મંત્રી પુનમબેન રાજપુત, વાવડીના વર્ષાબા જાડેજા, રવિવભાઇ ગોંડલીયા, ચિરાગભાઇ ચોટલીયા, રવિભાઇ પટેલ, અક્ષયભાઇ ગોંડલીયા, જનાદેશના પી.આર. અર્પિતાભાઇ ગણાત્રા, મુરલીધર યુવક મંડળના કાળુભાઇ ઠુમર, લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપના કિશોરભાઇ પાંભર, આર.કે. યુનિ. ના મહિલા પ્રોફેસર ત્રિશાબેન ગણાત્રા, કિોશરભાઇ વડાલીયા, અમિત ધામેલીયા, સત્યમ અન્સોરા, ક્રિષ્નાબેન અન્સોરા વગેરેએ હાજરી આપીને ગણપતિ દેવની વંદના કરી હતી.