અબતક-રાજકોટ
સ્માર્ટ સિટી એરીયામાં અટલ સરોવરને ડેવલોપ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. અહીં ૪૦ મીટરના ઉંચાઈ ધરાવતા પોલ પર આન, બાન, શાન સાથે તિરંગો લહેરાશે. હાલ પોલ ઉભો કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.આ અંગે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી એરિયામાં હાલ અટલ સરોવર કે રાજકોટના લોકોને ખૂબ સા ફરવા માટેનું નવું સ્થળ બનાવવા માટેની કામગીરી ચાલુ છે.
અટલ સરોવરમાં ૪૦ મીટર પોલ ઉભો કરીને તેના પર ૧૫ બાય ૧૨ ફૂટની સાઈઝનો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. લોકોમાં ફરવાની સાથે દેશ પ્રત્યે દેશ ભાવના પણ જાગૃત થાય એના માટે થઈને આ કોર્પોરેશનનો પ્રયાસ છે. આગામી દિવસોમાં જે ન્યુ રેસકોર્સ રીંગ રોડ સાઈડ એટલે કે, જે બીજો રીંગ રોડ જે છે. ત્યાં આનાથી પણ ઉચો પોલ જે અંદાજીત ૭૦ મીટર જેટલો ઉંચો પોલ છે. એ પણ હાલ ટૂક સમયમાં ઉભો કરવાની ગતિવિધિ ચાલું છે.
૪૦ મીટર ઉંચા પોલ પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાની કામગીરી પુરજોશમાં ચાલુ
મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી એરિયામાં એક મહત્વપૂર્ણ પ્રોજેકટ અટલ સરોવરનો છે. જે આપણે એબીડી એરીયામાં ટીપી ૩૨માં કરીએ છીએ અત્યારે લેકનું કામ પૂર્ણ થયું છે અને ત્યાં પથ્થર પેચનું કામ પણ પૂર્ણ થયું છે અને તેને ડેવલપમેન્ટનું કામ કરવામાં આવી રહ્યું છે અને તેમાં જે ડિઝાઈન છે તેમાં ૪૦ મીટરના ફલેગનો સમાવેશ થાય છે અને જેનાં પોલ બધા આવી ગયા છે અને ઉભા કરી દેવામાં આવ્યા છે અને સમય અંતરે તેમાં હજુ લાઈટીંગની વ્યવસ્થા અને લેન્ડ સ્ક્રેપિંગ પૂર્ણ થશે ત્યારે ત્યાં ફલેગ મુકવામાં આવશે અને પછી તેને ખુલ્લો મુકવામાં આવશે અને તેમાં બીજો એક ૭૦ મીટરનો પોલ પણ છે જે તેના સમયઅંતરે ઉભો કરવામાં આવશે.