‘હર ઘર તિરંગા’ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોની વણઝાર: માર્ગદર્શન આપતા કમલેશ મિરાણી-ગોવિંદભાઇ પટેલ
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં આગામી 13 ઓગષ્ટ થી 15 ઓગષ્ટ સુધી દરેક ઘરે ત્રીરંગાનો કાર્યક્રમ યોજવામાં આવશે. તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાજીની સુચના અનુસાર પાર્ટી દ્વારા દેશના તમામ જિલ્લા મહાનગરોમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે તે અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, વિધાનસભા-68ના પ્રભારી પ્રદિપભાઈ વાળા, મેયર ડો. પ્રદિપ ડવ, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં માર્ગદર્શન આપતા કમલેશ મિરાણીએ જણાવેલ કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહયો છે. તા.13 થી તા.15 ઓગષ્ટ સુધી દરેક ઘરે ત્રીરંગાનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. દેશનો સતાવાર ધ્વજ એ સમગ્ર દેશનું પ્રતીક છે.
આ તકે ગોવિંદભાઈ પટેલએ જણાવેલ કે આપણો રાષ્ટ્રધ્વજ આપણા માટે ઘણુ મહત્વ ધરાવે છે, તે આપણને ગર્વનો અનુભવ કરાવે છે. ભારતનો રાષ્ટ્રધ્વજ શાંતિ, પ્રેમ અને એકતાનું પ્રતિક છે. ભારતને આઝાદી અપાવવા માટે ઘણા સ્વાતંત્ર સેનાનીઓએ પોતાના પ્રાણની આહુતિ આપી છે. તે તેમના અમૂલ્ય બલિદાનને દર્શાવે છે. ભારતને આઝાદી મળ્યા પછીના છેલ્લા 75 વર્ષોમાં દેશે દરેક ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે વિજ્ઞાન, ટેકનોલોજી, તબીબી વિજ્ઞાન અને અન્ય ઘણા ક્ષેત્રોમાં હરણફાળ ભરી છે.
તેમજ ‘હર ઘર તિરંગા’ અંતર્ગત આગામી દિવસોમાં દેશભકિતનું વાતાવરણ ઉભુ કરવા યુવા મોરચા દ્વારા પ્રચાર-પ્રસાર, દરેક વોર્ડમાં પ્રભાતફેરી, રાષ્ટ્રભક્તિના ગીતો, મહાનગરમાં આવેલ મહાપુરૂષોની પ્રતિમાને પુષ્પાંજલી અને સ્મારકો પર સ્વચ્છતા અભિયાન, તિરંગા યાત્રા સહીતના કાર્યક્રમો અંતર્ગત માહિતી આપતા જણાવેલ કે તા.10,11,12,13 ઓગષ્ટ દરેક વોર્ડમાં તીરંગા વિતરણ માટેના સ્ટોલ ઉભા કરાશે તેમજ આવતીકાલે તા.10/8ના સાંજે પ:30 કલાકે શહેર ભાજપ યુવા મોરચા દ્વારા દરેક વોર્ડમાં તીરંગા યાત્રા યોજાશે.
જેમાં વોર્ડ નં.1માં સ્વપ્નલોક સોસાયટીથી ક્રિષ્ના એન્ટરપાઈઝ, વોર્ડ-ર માં બજરંગવાડી સર્કલથી હનુમાન મઢી ચોક, વોર્ડ-3 માં રેલનગર પાણીના ટાંકાથી આંબલીયા હનુમાનજી, વોર્ડ-4માં મોરબી રોડ જકાતનાકા થી ભગવતીપરા, વોર્ડ-પમાં દુર્ગા રેસ્ટોરન્ટ થી પાણીનો ઘોડો, વોર્ડ-6માં જલગંગા ચોક થી માંડા ડુંગર, વોર્ડ-7માં કિશાનપરા ચોક થી પંચનાથ મહાદેવ મંદિર, વોર્ડ-8માં ભાજપ કાર્યાલય થી ભાજપ કાર્યાલય, વોર્ડ-9માં રૈયા ચોકડીથી ઈન્દીરા સર્કલ, વોર્ડ-10માં હનુમાન મઢી થી મારૂતી ચોક, વોર્ડ-11માં બાલાજી હોલથી સ્પીડવેલ ચોક, વોર્ડ-12માં વોર્ડ ભાજપ કાર્યાલય થી વાવડી ગામ, વોર્ડ-13માં સ્વામીનારાયણ ચોકથી રાજનગર ચોક, વોર્ડ-14માં પવનપુત્ર ચોકથી જલારામ ચોક, વોર્ડ-15માં મોહનભાઈ સરવૈયા હોલથી મહાકાળી ચોક, વોર્ડ-16માં ક્રિષ્ના ચોકથી સુતા હનુમાનજી મંદિર, વોર્ડ-17માં નવનીત હોલથી સપના સોડા, વોર્ડ-18માં પટેલ ચોક કાર્યાલય થી સાંઈબાબા સર્કલ સુધી યોજાશે.
તેમજ તા.11,12,13,14 ઓગષ્ટ- શહેરના દરેક વોર્ડના મુખ્ય ચોકમાં સાઉન્ડ સાથે દેશભકિતના ગીતો ગુંજશે. તેમજ તા.12/8- સવારે 8:30 કલાકે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તીરંગા યાત્રા યોજાશે. જે બહુમાળી ભવન સરદાર પટેલની પ્રતિમાથી રાષ્ટ્રીય શાળા સુધી ફરશે.
તેમજ તા.13/8 સવારે 9:30 કલાકે – દરેક વોર્ડમાં પ્રતિમા સફાઈ ઝુંબેશ અને પુષ્પાંજલી કાર્યક્રમ યોજાશે તેમજ તા.14/8 સવારે 7:30 થી 8:00 તમામ વોર્ડમાં રાષ્ટ્રધ્વજ સાથજે પ્રભાતફેરી યોજાશે, જેમાં રઘુપતિ રાઘવ રાજા રામ ની ધુન ગુંજશે. તા.14/8- સાંજે 6:00 કલાકે શિવાજીની પ્રતિમા અકીલા ચોકથી વિવેકાનંદની પ્રતિમા સુધી તીરંગા સાથે મૌન રેલી યોજાશે અને સાંજે 7:00 કલાકે યુવા મોરચા દ્વારા મશાલ રેલી યોજાશે તેમજ તા.15 ઓગષ્ટ, સવારે 8:00 – શહેર ભાજપ કાર્યાલય ખાતે સાંસદ રામભાઈ મોકરીયાના હસ્તે ધ્વજવંદન યોજાશે.