- રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસામાં થશે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રહેશે ખાસ ઉપસ્થિત
- રાજકોટ જિલ્લાકક્ષાની ઉજવણી પડધરી તાલુકાના તરઘડીમાં: પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે ધ્વજવંદન
અંગ્રેજોની કારમી ગુલામીમાંથી મુક્ત થયાના 75 વર્ષ પૂર્ણ થતા હાલ દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. આજથી “હર ઘર તિરંગા” અભિયાનનો આરંભ થઇ ચુક્યો છે. દરમિયાન આગામી સોમવારે દેશવાસીઓ 76માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરશે.
દિલ્હીમાં લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રધ્વજને સલામી આપશે. ગુજરાતમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસામાં થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે. રાજ્ય સરકારના મંત્રીઓ અલગ-અલગ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વમાં સહભાગી થશે.
દેશભરમાં હાલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ‘હર ઘર તિરંગા’ અભિયાનનો પણ આજથી આરંભ થઇ ચુક્યો છે. દરમિયાન સોમવારે દેશવાસીઓ 76માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવશે. રાજ્યમાં અગાઉ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ગાંધીનગર ખાતે કરવાની પરંપરા હતી. દરમિયાન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એક નવી પરંપરા શરૂ કરાવી હતી.
જેમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી ગાંધીનગરમાં કરવાના બદલે અલગ-અલગ જિલ્લામાં કરવાનું નક્કી કર્યું 76માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસામાં કરવામાં આવનાર છે. મોડાસાએ સોળે શણગાર સજ્યા છે. આવતીકાલે સાંજ સુધીમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોનું પણ આગમન થઇ જશે. રાજકોટ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પડધરી તાલુકાના તરઘડી ખાતે કરવામાં આવનાર છે.
જેમાં રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે. રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ચૌધરી હાઇસ્કૂલ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. જેમાં નાયબ કલેક્ટર કેતન ઠક્કર રાષ્ટ્રધ્વજને સલામી આપશે. પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધ્વજવંદનનો મુખ્ય કાર્યક્રમ યોજાશે.
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનું સમાપન થઇ રહ્યું હોય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દિલ્હીમાં લાલ કિલ્લા ખાતેથી દેશવાસીઓને મોટી ભેટ આપતી જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના પણ વર્તાય રહી છે.
મેઘ ધનુષ વચ્ચે તિરંગો
કુદરત પણ આ આઝાદી કા અમૃત મહોત્સવથી ખુશ હોય તેમ બે દિવસથી સતત જલાભિષેક બાદ કુદરતે તિરંગા જેવું જ મેઘ ધનુષ્ય બનાવી કુદરત પણ આ અમૃત મહોત્સવનો ઉજવણીનો સંદેશો આપતા હોય તેમ ગઇકાલે લાખો લોકોએ મેઘ ધનુષ્ય નિહાળ્યું હતું.
-
આઝાદી કા અમૃત મહોત્સવ
-
આજી ડેમને રોશનીનો મોહક શણગાર