કોઈ દેશના રાષ્ટ્રધ્વજએ વિશ્વયુદ્ધ જેવા માહોલમાં પરાયા દેશની ભૂમિ પર નાગરિકોના-યુવાનોના જીવ બચાવ્યા હોય… એટલું જ નહીં આ ધ્વજએ માનપૂર્વક વિશ્વમાં પોતાનો પ્રભાવ વધાર્યો હોય તેવી જવલ્લે જ જોવા મળતી ઘટનાઓ પણ ભારતીય તિરંગાની શાનની સાક્ષી છે.
યુક્રેનના યુદ્ધમાં ફસાયેલા ભારતીય યુવાનોના જીવન તિરંગાથી બચ્યાની ઘટનાઓ હજુ સાવ તાજી છે. રશિયા યુક્રેનયુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને થયો છે. વિદેશની ધરતી પર ચાલેલા ભીષણ યુદ્ધ વચ્ચે જિંદગી અને મૃત્યુ વચ્ચે બહુ ઝાઝુ અંતર નહોતું એ સમયે ઇન્ડિયન યૂથ માટે ભારતીય તિરંગો વોરપ્રૂફ કવચ બનીને આવ્યો અને યુવાનોની જિંદગી બચાવી.
એમ.બી.બીએસ.ના છઠ્ઠા વર્ષમાં અભ્યાસ કરતો ભારતીય વિદ્યાર્થી ઉદય ખૂંટ જણાવે છે કે, હમારી જાન તિરંગા હૈ – આ લાગણીઓ જન્મી હતી, જયારે હું અને મારા મિત્રો રશિયા-યુક્રેનના યુદ્ધમાં રોમાનિયા બોર્ડર પર 9 દિવસ માટે ફસાઈ ગયા હતા. ભારત સરકારની સૂચના હતી કે ભારતીયો રાષ્ટ્રધ્વજનો સહારો લઈને રોમાનિયા, પોલેન્ડ કે હંગેરીની બોર્ડર સુધી પહોંચી જાય.
આ ધ્વજ જોઈને યુક્રેનિયન હોય કે રશિયન તેઓના મનમાં ભારત દેશ પ્રત્યે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે, આપણા વ્યવહાર પ્રત્યે સારી લાગણીઓ હશે અને આપણા રાષ્ટ્રધ્વજને ઓળખીને બધા ભારતીયો સાથે સારો વ્યવહાર કરશે. આવા સમયે તિરંગો જ અમારા માટે વિશ્વાસ હતો અને તિરંગો જવરદાનરૂપ સાબિત થયો.