આઝાદીના 75 વર્ષ પુરા થતા અને આઝાદી અપાવનાર સ્વતંત્ર સેનાનીની યાદ તાજી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વાર વર્ષ 2022ને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
દેશની સંસ્કૃતિ અને ગૌરવશાળી ઐતિહાસીક સિધ્ધીઓ ઉજાગર કરવા માટે વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે. દેશ ભક્તિના રંગોથી રંગાયેલા આ અભિયાન અંતર્ગત શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા અને ડીસીપી ઝોન-2 સુધિરકુમાર દેસાઇના માર્ગ દર્શન હેઠળ પોલીસ હેડ કવાર્ટરથી ગઇકાલે તિરંગા યાત્રા નીકળી હતી.
તિરંગા યાત્રામાં તમામ એસીપી, પીઆઇ, પીએસઆઇ અને પોલીસ સ્ટાફ જોડાયા હતા.
તિરંગા યાત્રા પોલીસ હેડ કવાર્ટર થઇ રેસકોર્ષ રીંગ , ઇન્દિરા સર્કલ, રૈયા રોડ, હનુમાન મઢી થઇ પરત હેડ કવાર્ટર ખાતે આવી હતી.