અટલ બિહારી વાજપેયી
ભારતના રાજનેતા અને કવિ કહેવાતા એવા અટલ બિહારી વાજપેયીનો આજે 5મી પુણ્યતિથી છે. આવા મહાન રાજનેતાનાનો જન્મ ૨૫ ડીસેમ્બર ૧૯૨૪ના કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ જે હાલની લક્ષ્મીબાઇ કોલેજ માંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી.
અટલ બિહારી વાજપેયીએ 16 મે 1996 થી 1 જૂન 1996 અને ફરીથી 19 માર્ચ 1998 થી 22 મે 2004 સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા. સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય હતા. ૧૯૬૯-૧૯૭૨ દરમ્યાન વાજપેયી ભારતીય જન સંઘ જે હાલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા.
ભારત પર લખેલી અદ્ભુત કવિતાઓ:
ભારત જમન કા ટુકડા નહી, જીતા-જાગતા મહાપુરૂષ હૈ, હિમાલય ઈસ્કા મસ્તક હૈ, ગેોરી શંકર શિખા હૈ. કશ્મીર કિરીટ હૈ, પંજાબ એોર બંગાલ દો વિશાલ કંધે હૈ, વિન્ધ્યાચલ કટિ હૈ, નર્મદા કરધની હૈ, પૂર્વી એોર પશ્ચિમી ઘાટ, દો વિશાલ જંઘાએ હૈ. કન્યાકુમારી ઈસકે ચરણ હૈ, સાગર. ઈસકે પગ પખારતા હૈ. પાવસ કે કાલે-કાલે મેઘ ઈસકે કુંતલદેશ હૈ. ચાંદ એોર સૂરજ ઈસકી આરતી ઉતારતે હૈ. યહ વન્દન કી ભૂમિ હૈ, અભિનંદન કી ભૂમિ હૈ. યહ તર્પણ કી ભૂમિ હૈ, યહ અર્પણ કી ભૂમિ હૈ, ઈસકા કંકર-કંકર શંકર હૈ, ઈસકા બિંદુ-બિંદુ ગંગાજલ હૈ-હમ જિએંગે તો ઈસકે લિએ, મરેંગે આ કવિતા ખુબ ચર્ચામાં રહી હતી.