સરદાર વલ્લભભાઈ પટેલની ૬૯ની પુણ્યતિથિ નિમિતે શ્રધ્ધાંજલી આપવા સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન,કિસાનપરા, રેસકોર્ષ રોડ,રાજકોટ ખાતે પ્રાર્થનાસભા યોજેલી હતી.સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ દ્વારા યોજાયેલ આ શ્રધ્ધાંજલી સભામાં ગુજરાતના ભુતપૂર્વ મુખ્ય સચિવ,જાણીતા લેખક પ્રખર ગાંધીવાદી પ્રવિણભાઈ લહેરીએ સરદાર સાહેબને શબ્દાંજલી આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ સ્વરાજ અને ભારતના નવનિર્માણમાં સરદાર સાહેબનું પ્રદાન વિષય ઉપર મુખ્ય પ્રવચન આપેલ. શહેરના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ વિવિધ જ્ઞાનવર્ધક સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને પ્રવિણભાઈ લહેરી તથા અન્ય મુખ્યમહેમાન તથા ટ્રસ્ટના હસ્તે પારિતોષિક એનાયત કરેલ.આ કાર્યક્રમના પ્રમુખસ્થાને સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટના પ્રમુખ અને ખાદી તથા રચનાત્મક પ્રવૃતિના અગ્રણી શ્રીદેવેન્દ્રભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. સરદાર સાહેબને શ્રધ્ધાંજલી અર્પણ કરવા સંસ્થાના મંત્રી ડો.અલ્પના ત્રિવેદી,ટ્રસ્ટી મનસુખભાઈ જોષી, કમલભાઈ ધામી, ધી‚ભાઈ ધાબલિયા તેમનજ આમંત્રિતો તથા વિદ્યાર્થીઓ હાજર રહેલ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી ડો.અલ્પના ત્રિવેદીએ કરેલ.આ કાર્યક્રમને સફળ બનાવવા સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટના સ્ટાફ પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.