21 ઓક્ટોબર પોલીસ સંભારણા દિવસ અંતર્ગત

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મૃતક કોરોના વોરિયર્સના પરિવારને સન્માનિત કર્યા

મવડી હેડક્વાર્ટર ખાતે રેન્જ  આઇ.જી. સંદિપ  સિંઘ અને એસ.પી. બલરામ મીણા સહિત ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

21 ઓક્ટોબર 1959 ના રોજ લદાખ ના હોટ સ્પ્રિંગ ખાતે સી.આર.પી.એફ. ના જવાનોની ચોકી ઉપર ચીન દ્વારા મોટી સંખ્યામાં ઘાત લગાવી હુમલો કરવામાં આવેલ. જેમાં દેશ માટે બહાદુરી પુર્વક લડતા ભારતના દશ સી.આર.પી.એફ. જવાનો શહીદ થયેલ હતા. જેઓની બહાદુરીને યાદ કરી ભારતમાં 21 ઓક્ટોબરને પોલીસ સંભારણા દિવસ તરીકે ઉજવણી કરી ભારત દેશના સુરક્ષા દળના શહિદ થયેલ પોલીસ અધિકારી તથા કર્મચારીઓને યાદ કરી તેઓને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે.

21 ઓક્ટોબર પોલીસ શહિદ સંભારણા દિવસના રોજ રાજકોટ શહેર પોલીસ મુખ્ય મથક શહિદ સ્મારક ખાતે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર મીણા ઝોન-1, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા ઝોન-2 તથા રાજકોટ શહેરના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા શહિદોને યાદ કરી તેમજ સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસ મહામારી ફેલાયેલ જે સમયે જાહેર જનતાને કોરોના વાયરસ અંગે જાગૃત કરવા તથા કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ ડીપાર્ટમેન્ટની ખુબજ મહત્વની ફરજ રહેલ.

જેમા પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા પોતાના પરિવારજનો પહેલા જાહેર જનતાની સુરક્ષા અર્થે પોતાની ફરજ નિષ્ઠાથી બજાવવામા આવેલ. જે ખુબજ મહત્વની ફરજ દરમ્યાન રાજકોટ શહેર પોલીસ પરિવારના કોરોના વોરીયર એ.એસ.આઇ. સ્વ. અમૃતભાઇ માયાભાઇ રાઠોડ, પો. હેડ કોન્સ. સ્વ. રણવીરસિંહ દીલીપસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ સ્વ. પ્રદ્યુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલ પોતાના ફરજ કાળ દરમ્યાન ખુબજ સારી કામગીરી કરેલ. જેઓ ખુબજ સરળ સ્વભાવના લાગણીશીલ વ્યકિતત્વ ધરાવતા તેમજ પોતાની ફરજ દરમ્યાન સહકર્મચારીઓ સાથે હંમેશા માટે હળીમળી પોતાની ફરજ બજાવેલ. જેઓને કોરોના વાયરસ સંક્રમણ થતા તેઓનું દુ:ખદ અવસાન થયેલ.

તેઓને રાજકોટ શહેર પોલીસ હંમેશા માટે યાદ રાખશે જેઓને યાદ કરી રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ મુખ્ય મથક શહિદ સ્મારક ખાતે સલામી પરેડથી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ તેમજ તેમના પરિવારજનોને સન્માનીત કરવામાં આવેલ તેજ રીતે રાજકોટ શહેરના શહિદ પો. કોન્સ. ભરતભાઇ અશ્વીનભાઇ નેચડા જેઓ વિરાણી હાઇસકુલ ખાતે અભ્યાસ કરતા જેઓનુ તેમની સ્કુલ ખાતે સ્મારક બનાવવામાં આવેલ છે. જે સ્મારક ખાતે આજ રોજ સલામી પરેડથી તેઓને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત મવડી હેડક્વાર્ટર ખાતે રૂરલ પોલીસ દ્વારા શહિદ સ્મારક ખાતે શહિદોને પોલીસે સલામી આપી પુષ્પાંજલી સાથે શ્રધ્ધાંજલી અર્પી હતી. આ તકે રાજકોટ રેન્જના વડા સંદિપસિંઘ, એસ.પી. બલરામ મીણા, જેતપુર ડીવાયએસપી સાગર બાગમર, હેડક્વાર્ટરના ડીવાયએસપી ગૌસ્વામી, એલ.સી.બી. પી.આઇ. અજયસિંહ ગોહીલ, એસ.ઓ.જી. પી.આઇ. એસ.એમ.જાડેજા, ધોરાજી પીઆઇ હકુમતસિંહ સહિત પોલીસ મથકના ઉચ્ચ અધિકારીની ઉપસ્થિતિમાં મૃતક કોરોના વોરીયર્સના બે  પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.