શહીદ ભગતસિંહ ચોક ખાતે બે મિનિટ મૌન પાળી પુષ્પાંજલી અપાઇ
વડોદરા શહેર કોંગ્રેસ સમીટી દ્વારા ગલવાન બોર્ડર પર શહીદ થયેલા ર૦ ભારતીય જવાનોને શ્રઘ્ધાંજલી અર્પવા શરીદ ભગતસિંહ ચોક ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ચીની સૈનિકોનો બહાદુરીથી સામનો કરતાં કરતાં કમાન્ડર બી. સંતોષબાબુ અને ૧૬-બિહા રેજીમેન્જ્ઞટના ર૦ જાંબાઝ જવાનો શહીદ થયા છે. ભારતીય સેના અને બહાદુર જવાનો ઉ૫ર આપણા સૌને ગૌરવ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે તા.ર૬ને શુકવારે સમગ્ર દેશમાં શહીદોને સલામ દિવસનો કાર્યક્રમ આયોજીત કરવા નકકી કયુૃ તે મુજબ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આદેશ અનુસાર વડોદરા શહેર કોંગ્રેસ સમીતીની પ્રમુખ પ્રશાંત પટેલ દ્વારા ૧૧ કલાક ભગતસિંહ ચોક ખાતે શ્રઘ્ધાંજલીનો કાર્યક્રમ આપ્યોહ તો. કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, મહિલા પ્રમુખ સરસ્વતીબેન દેસાઇ, એન એસ યુઆઇ પ્રમુખ વ્રજ પટેલ કોર્પોરેટર બાળુભા સુર્વે અલ્કાબેન પટેલ, જાગૃતિબેન રાણા, પુષ્પાબેન વાઘેલા, હેમાંગીની કલેકટર વગેરે ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં સૌ પ્રથમ બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું ત્યારબાદ મીણબત્તી પ્રગટાવી અને પુષ્પ અર્પણ કરી શહીદોને શ્રઘ્ધાંજલી આપવામાં આવી. આ સર્વ કાર્યક્રમમાં સામાજીક અંતરનું પૂર્ણ સ્થાન રાખવામાં આવ્યું. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ જણાવે છે કે સત્તામાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીની સરકારી વિદેશ નીતી સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે. હવે એ સમય પાકી ગયો છે કે આપણે શાંતિ પ્રસ્તાવ છોડીને જવાબ આપવો પડશે. આ સર્વ પ્રકરણમાં સંપૂર્ણ વિપક્ષ પ્રધાનમંત્રી સાથે રહેશે તેવી પણ ખાતરી આપી હતી તેમ શહેર કોંગ્રેસી પ્રવકતા અમિત ધોટીકરે જણાવ્યું હતું.