- જય જવાન નાગરિક સમિતિ અને સદ્ભાવના વૃધ્ધાશ્રમના સહયોગથી કાર્યક્રમને વેગવાન
- જય જવાન નાગરિક સમિતિ અને સદ્ભાવના વૃધ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે કારગીલ વિજય રજત જયંતિ નિમિતે સમર્પણ ગૌરવ સમારોહનું હેમુ ગઢવી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
તેમાં કારગીલમાં સાત શહિદના પરિવારને આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી.
સમર્પણ ગૌરવ સમારોહમાં 1999માં કારગીલ યુદ્વમાં 524 વીર જવાનોએ પ્રાણનું બલીદાન આપ્યું છે. કારગીલ વિજયના 25માં વર્ષે સિલ્વર જ્યુબિલી અને રાષ્ટ્રચેતના પર્વ નિમિતે સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરેલ છે. આ સમારોહમાં 7 વીર જવાનોના દરેક પરિવારોને વિશેષ સન્માન સાથે રૂિ5યા બે લાખની સહાય અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મંત્રી રાઘવજીભાઇ પટેલ, મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, સાંસદ પુરૂષોત્તમ રૂપાલા, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના મહાનુભાવો ઉ5સ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સદ્ભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઇ ડોબરીયા, પરસોત્તમભાઇ કમાણી, દિનેશભાઇ ચોવટીયા, વસંતભાઇ લીંબાસીયાએ જહેમત ઉઠાવી હતી.
મારા દિકરાએ દેશ માટે બલિદાન આપ્યું તેનું મને ગૌરવ છે: જસીબેન
‘અબતક’ સાથેની વાતચિતમાં જસીબેન જોગલએ જણાવ્યું હતું કે કારગીલ યુધ્ધમાં વર્ષ-1999માં મારા પુત્ર રમેશએ શહિદી વહોરી હતી. રમેશ ત્રણ વર્ષનો હતો ત્યારે તેમના પિતાનું અવસાન થયું. ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા હતા. અમારી પરિસ્થિતિ નબળી હતી ત્યારબાદ પુત્રને આર્મીમાં મોકલ્યો ત્યારે કારગીલ યુધ્ધમાં તે શહિદ થયો એ વાતનું અતિશય દુ:ખ છે. પરંતુ તેણે દેશ માટે જે કર્યું એના માટે ખૂબ જ ગૌરવ છે.
શહીદોના પરિવારોને સહાયરૂપ થવા ડગ માંડતુ સદ્ભાવના વૃધ્ધાશ્રમ: દિનેશ ચોવટીયા
‘અબતક’ સાથેની વાતચિતમાં દિનેશ ચોવટીયાએ જણાવ્યું હતું કે જય જવાન નાગરિક સમિતિ સુરત 25 વર્ષથી શહિદ જવાનો માટે કાર્યરત છે ત્યારે આ ઉમદા કાર્યમાં સદ્ભાવના વૃધ્ધાશ્રમ રાજકોટ પણ પહેલું ડગ માંડી રહ્યું છે અને શહિદોના પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા છે. દરેક પરિવારોને રૂા.2 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા છે. શહિદોના માતા-પિતાને શિલ્ડ અર્પણ કર્યા તથા 3 જવાનો જે દેશને સેવા આપી રહ્યા છે. તેને પણ સન્માનિત કરાયા.