Table of Contents

રાજકોટના કેટલાક યુવા નેતાઓ તથા ક્રાંતિકારી વીરલાઓમાંના એક શ્રી ચીમનભાઈ હ. શુકલની આજે પૂણ્યતિથિ: લાખો લોકોના માનીતા નેતાને સ્મરણાંજલી

દેશની આઝાદી બાદ ગોવાને આઝાદ કરાવનાર લડવૈયા અને તમામ પ્રજાકીય લડતોમાં મોખરે રહેલાઓ પૈકીના એકની સુદીર્ઘ કારકીર્દી પર રોમાંચક દ્રષ્ટિપાત

દિવંગત શ્રી ચિમનભાઈ હ. શુકલનું નામ રાજકોટના પ્રજાપ્રિય અને ક્રાંતિકારી યુવા નેતાઓમાં આગળ પડતું રહ્યું છે.

તા.૩ સપ્ટેમ્બર, ૧૯૨૮ના રોજ, ઘણું કરીને બોળચોથના દિને જન્મેલા શ્રી ચીમનભાઈ હરિભાઈ નરભેશંકર શુકલ બાલ્યાવસ્થામા જ તેજસ્વી હતા.

રાજકોટમાં જ પ્રાથમિક અને માધ્યમિક ધોરણોમાં પાસ થયા બાદ તેમણે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં જ ઉચ્ચ અભ્યાસ કર્યો હતો અને રાજકોટની લો કોલેજમાંથી જ એમ.એ.એલ.એલ.બી. થયા હતા.

સામાન્ય વર્ગના લોકોને સહાયભૂત થવા તરફ અને તે રીતે જાહેર જીવનની કલ્યાણકારી પ્રવૃત્તિઓ પ્રત્યે એમના આરંભમાં જ લગાવ હતો.

એક બાજુ સ્વામિ દયાનંદ સરસ્વતીની ક્રાંતિકારી અને પ્રગતિશીલ વિચારધારામાં તેમને શ્રદ્ધા હતી. તેઆ છે શ્રધ્ધાનંદ આર્યસમાજીસ્ટ આંદોલન પ્રતિ આકર્ષાયા હતા.

રાજકોટમાં એ જમાનાના એક બીજા યુવાન શ્રી વાલજીભાઈ નથવાણીનાં વૈચારિક ભેરૂબંધ બન્યા હતા.

આ ભેરૂબંધી શ્રી ચિમનભાઈ શુકલના કોલેજિયન સુપુત્રી કાશ્મીરાબેન અને શ્રી વાલજીભાઈ નથવાણીના સુપુત્ર શ્રી બકુલભાઈના લગ્નમાંગલ્યમાં પરિણમ્યા હતા.

શ્રી ચીમનભાઈ શુકલના ચાર ભાઈ હતા, જેમાં શ્રી ઘનશ્યામભાઈ પણ વકીલ હતા એક નરેન્દ્રભાઈ ભટ્ટ સુપ્રસિધ્ધ વૈદ્ય હતા.

શ્રી ચીમનભાઈના લગ્ન ૧૯૫૬માં મધુબેનની સાથે થયા હતા. શ્રી ચીમનભાઈની કારકિર્દીનું એક બહુ મોટુ પાસુ એ હતુ કે તેમણે ગોવાને ગુલામીના બંધનમાંથી મૂકત કરાવવાની લડતમાં શ્રી સનત મહેતા વગેરે ભેરૂઓ સાથે ભાગ લીધો હતો. એ લડતને તે જમાનામાં ઐતિહાસિક ગણાવાઈ હતી.

૧૯૭૬માં ભારતની શ્રીમતી ઈંદિરાગાંધીની સરકારે દેશમાં કટોકટીની પરિસ્થિતિ લાદી અને તેના વિરોધમાં રાજકોટના જે યુવાન નેતાઓની ધરપકડો કરીને તેમને દિલ્હીની જેલમાં લઈ જવાયા તે વખતે શ્રી ચિમનભાઈ શુકલે ધરપકડ વહોરી હતી. અને આરએસએસની ટુકડીઓને માર્ગદર્શન આપ્યું હતુ.

શ્રી ચીમનભાઈ શુકલે પોતે મોખરાના લીડર હોવા છતાં કયારેય નાનામોટા કોઈપણ પદનો સ્વીકાર કર્યો ન હોતો. તેમની ભૂમિકા ઘણે અંશે ‘કીંગ મેકર’ની રહી હતી.

અમરેલીમાં એક જમાનાના ‘કિમલોપ’ના નેતા શ્રી ચીમનભાઈ પટેલની સામે રાજકીય લડાઈ લડતા રીતસર જાહેર સભામાં એવી જાહેરાત કરી હતી કે, જો અમે ફકત ઉપર આવશું તો શ્રી કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવશું.

શ્રી ચીમનભાઈ શુકલ એક વજનદાર ધારાશાસ્ત્રી હતા, તો પણ ખાસ કેસ સિવાય વકિલાતની બહુ ઓછી કામગીરી બજાવતા હતા.

તેમણે પોતાના બેનના દીકરા અભયભાઈ ભારદ્વાજને જ આગળ કર્યા હતા, જેમના પ્રત્યે એમને નીકટનો સ્નેહભાવ હતો તે વખતે શ્રી અભયભાઈના કુટુંબીઓ આફ્રિકામાં નાઈરોબીમાં રહેતા હતા. અભયભાઈના પિતાશ્રી ચૂસ્ત ગાંધીવાદી હતા અને બધી રીતે ગાંધીજીની રહેણી કરણી તથા વિચારધારાને અનુસરતા હતા. ગાંધીજી ત્યારે આફ્રિકામાં હતા.

શ્રી ચીમનભાઈ શુકલ યુવાન વયે રાજકોટની લેંગ લાઈબ્રેરરીમાં કર્તાહર્તા હતા. અને રાજકોટના જૂની પેઢીના ઉદ્યોગપતિઓ તેમજ અન્ય મહારથીઓના સંપર્કમાં રહેતા હતા.

૧૯૬૦-૬૫માં તેઓ મ્યુનિસિપાલીટીના સભ્ય હતા અને પ્રવૃત્તિશીલ હતા.

તેઓ ૧૯૭૭માં ત્રણ વર્ષ સુધી સાંસદ હતા તે પછી ૬ વર્ષ સુધી રાજયસભાના સભ્ય રહ્યા હતા. તેમણે લગભગ તમામ પ્રજાકીય લડતોમાં સક્રિય ભાગ લીધો હતો.

‘ના-કર’ની ગાંધીજીની લડતમાં તેમણે અંગ્રેજી રાજના વહિવટકર્તાઓમાં ક્રાંતિકારી તરીકે ભાગ લીધો હતો.

તેઓ ગુજરાતની વિધાનસભામાં પણ કામગીરી બજાવી ચૂકયા હતા.

તેમણે રાજકોટ યુવરાજ શ્રી મનોહરસિંહજી સાથે કામગીરી બજાવી હતી. તેઓ તે વખતે જનસંઘના સભ્ય હતા.

તેઓ ‘જનતાદળ’ની સરકાર વખતે ભાજપના અગ્રણી હતા, પરંતુ જનતાદળની શ્રી મોરારજી દેસાઈની સરકાર તૂટી પડી તે વખતે જનસંઘના લોપ બાદ ભાજપમાં આવ્યા હતા.

શ્રી અટલબિહારી વાજપેયી, શ્રી એલ.કે. અડવાણી અને આરએસએસનાં જુદા જુદા ટોચના નેતાઓ સાથે તેઓ કામગીરી બજાવી ચૂકયા હતા. તેમણે રાજકોટ-સૌરાષ્ટ્રની પ્રજાના જુદા જુદા તમામ વર્ગોના નેતા તરીકે સેવા બજાવી હતી અને તેમના ઉઠમણા-બેસણા પ્રાર્થનાસભામાં હજારો લોકોની લાઈનો જોવા મળી હતી.

૧૮ થી ૨૦ વર્ષની ઉંમરે તેમણે જાહેર જીવનની કામગીરીનો આરંભ કર્યો હતો.

શ્રી લાભુભાઈ ત્રિવેદી, શ્રી અરવિંદ મણિયાર, શ્રી જયંતિભાઈ કુંડલિયા, શ્રી વિનોદભાઈ બુચ, શ્રી રમેશભાઈ છાયા, શ્રી મનોહરસિંહજી વગેરે તેમની પેઢીના યુવા નેતાઓ સાથે તેમની અદભૂત મિત્રતા રહી હતી.

અત્રે એ યાદ રહે કે, ૧૯૫૬માં ગાંધીવાદી ચળવળ વખતે શ્રી ચિમનભાઈ શુકલના બનેવી અને શ્રી અભયભાઈ ભારદ્વાજના પિતાશ્રી એ વાંકાનેરમાં પૂલ તોડયો તહો.

શ્રી ચિમનભાઈ શુકલની જાહેર સેવાઓ અને પ્રજાપ્રિયતાની તોલે આવે એવું કોઈ ભાગ્યે જ નજરે ચઢે છે.

શ્રી કૌશિકભાઈ શુકલા, શ્રી કશ્યપભાઈ શુકલ, શ્રી નેહલભાઈ શુકલ, કાશ્મીરાબેન નથવાણી વગેરે શુકલ-પરિવાર અને નથવાણી પરિવાર આજે પણ રાજકોટ-સૌરાષ્ટ્ર-ગુજરાતની રાજકીય જાહેર પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે.

શ્રી ચીમનભાઈ શુકલનો તેમની યાદગાર જાહેર પ્રવૃત્તિઓ માટે સહુ કોઈ યાદ કરશે.

શ્રી ચીમનભાઈ શુકલના રાજકીય ભેરૂબંધ શ્રી નથવાણી આજેય જ્ઞાતિની પ્રવૃત્તિઓમાં સેવા આપે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પણ રાજકીય પાઠ માટે ચિમનકાકા પાસે આવવું પડતું હતું: અભયભાઈ ભારદ્વાજ

મામા ભાણેજના સંબંધથી પણ પર

1 1 3

ચીમનકાકાની પુણ્યતિથિ પ્રસંગે અભયભાઈ ભારદ્વાજે અબતક સાથે તેમના સંસ્મરણો વાગોળ્યા હતા અને જણાવ્યું હતું કે, ચીમનકાકા સાથે તેમનાં સંબંધો મામા-ભાણેજોનાં સંબંધોથી પણ પરે હતા. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ચીમનકાકા રાજકીય ગુરુ તરીકે પણ ખુબ જ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. હા તેમનો સ્વભાવ કઠોર સો ટકા હતો પરંતુ તેમનું હૃદય અત્યંત કોમળ હતું. તે સ્પષ્ટ વકતા હોવાથી તેઓને તેના અંત સમયમાં ઘણી ખરી તકલીફનો પણ સામનો કરવો પડયો હતો પરંતુ તેઓએ તેમનાં સહકર્મીઓ સાથે કોઈ દિવસ ખરાબ વર્તન કર્યું નથી. ચીમનકાકા પ્રખર વકિલ હોવાથી તેમની પાસે ઘણુ ખરું જ્ઞાન મળવાપાત્ર રહ્યું છે. ગુરુ તરીકે તેઓ શ્રેષ્ઠ હોવાથી તેમના શિષ્યો પણ અનેકવિધ શિખરો સર કરી રહ્યા છે. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ તેમની પાસે રાજકિય પાઠ શીખવા જતા હતા ત્યારે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ચીમનકાકાનાં નેજા હેઠળ રાજકિય પાઠો શીખવાડવામાં આવ્યા હતા.

જાહેર જીવનની વ્યસ્તતાએ કાકાને કુટુંબ પ્રત્યે સમય નો વસવસો રહેલો: પેપર વાળીને મારતા સાથે ફેન્ટા પણ પીવડાવતાં!

કાર્યકરો વચ્ચે રહી નેતૃત્વના ગુણ કાકા પાસેથી શિખ્યા: કશ્યપભાઈ

2 10

ચીમનકાકાના પુત્ર અને જેમની રાજકીય વારસો સંભાવનારા કશ્યપભાઇ શુકલે અબતકને આપેલી ખાસ મુલાકાતમા જણાવ્યું હતું કે ૧૯૫૧માં જનસંઘની સ્થાપનાથી કાકા વસંતરાવ ગડકર, નાથાલાલ ઝઘડા સહીત સંઘના સ્વયંસેવકો સાથે સક્રિય હતા મારા જન્મ પહેલાથી કાકા રાજકીય પ્રવૃતિઓમાં જોડાયેલા હોવાના કારણે સંતાનો માટે સમય ખુબ જ ઓછો આપતા પરંતુ સંયુકત કુટુંબમાં રહેવાના કારણે દાદા, મોટાબાપુનો પ્રેમ અમને મળતો રહેતો પરંતુ, સ્કુલમાં પિતાને બોલાવવાનું કહેતા ત્યારે પિતા તરીકે કાકા હાજર ન રહેતા તે ખુબ જ લાગી આવતું હતું. સતત વ્યસ્ત હોવા છતાં તેઓ પરિવાર પર વડીલ તરીકે સ્નેહ રાખીને ખોટ સાલવા કે મુશ્કેલી પડવા દીધી નથી. જાહેર કાકાની છાત કડક સ્વભાવ હતી  પરંતુ તેની પિતા તરીકે તેમની તુલના કરું તો તેઓ સમુદ્ર સ્વભાવના પણ હતા. અમે ભુલ કરીએ તો પેપરનું ભુંગળુ કરીને મારતા રીસાઇએ તો પછી લેમન, ફેન્ટા પીવડાવીને મનાવતા પણ હતા તેઓ અને સ્પષ્ટ વકતા અને શિસ્તના આગ્રહી હતા. કાકાના સમયનું રાજકારણ હેલ્થી ફુડ જેવું હતું. જયારે  અત્યારનું રાજકારણ ફાસ્ટ ફુડ જેવું છે.

અત્યારે મોટા નેતાની ખુશામા ખોરી કરીને રાજકીય કારકીર્દી બને તો તે પણ પાંચથી દસ વર્ષની હોય છે જયારે કાકારે દાયકાઓ સુધી સ્વયસંઘે એક ચક્રી રાજકારણ કર્યુ છે.

તેઓએ પક્ષપલ્ટોને પ્રોત્સાહન કદી આપ્યું ન હતી. મગનલાલ સોનપાલે પક્ષપલ્ટો  કર્યો જયારે ર૧ દિવસ ત્રિકોણબાગ ખાતે ઉપવાસ આંદોલન કર્યુ હતું. સત્તા માટે કોઇપણ બાંધછોડ કરવાના માનતા ન હતા જયારે હાલનું રાજકારણ રાજકીય બાંધછોડનું છે. તેમ જણાવીને કશ્યપભાઇએ ઉમર્યુ હતું કે આગેવાનો એવા કોંગ્રેસના આગેવાન મનોહરસિંહ જાડેજા દાદા, માધવસિંહ સોલંકી, સામ્યવાદી નેતા જયોર્જ ફર્નાન્ડીઝ વગેરે કાકાના અંગત મિત્રો હતા. તેની અયોઘ્યાની રામ જન્મભૂમિની ૧૯૯૦-૯૨ ની કારસેવા વખતે ઝાંસી સ્ટેશન પર કાકાએ રાજકીય બોધ આપ્યો હતો કે કાર્યકરોની વચ્ચે સતત રહો તો કાર્યકરો આગેવાન તરીકે સ્વીકારશે. કાર્યકરો સાથે રહેવાના કારણે નેતૃત્વના ગણુ વિકસશે. તો જ તેમની મુશ્કેલીનો ખ્યાલ આવશે જે બોધ મારા રાજકીય કારકીર્દીના પગથીયા સમાન છે.

વહેલી સવારે પુસ્તકોનું વાંચન તેમનો રોજીંદો ખોરાક: નેહલભાઇ

3 10

સ્વ. ચીમનકાકાના પુત્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડેકટ સભ્ય ડો. નેહલભાઇ શુકલે અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે કાકાએ તેમના જીવનમાં સૌથી વધારે ખર્ચ પુસ્તકો પાછળ કરીને હજારો પુસ્તકો ખરીદીને વાંચ્યા હશે. પુસ્તકના વાંચ્યા બાદ દરેક પાના પર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર અંડર લાઇન કરતા કે સાર લખતા હતા. જેથી આખું પુસ્તક ન વાંચીને  માત્ર સાર વાંચીએ તો બધુ આવી જતું સવારે ત્રણ વાગ્યે ઉઠીને છ વાગ્યા સુધી અને સમય મળ્યે તેઓ પુસ્તક વાંચતા હતા. તેઓએ મને પિતા તરીકે પ્રોત્સાહન આપ્યું હતું કે જીંદગીમાં પુસ્તક સૌથી મિત્ર  છે તેની સાથે મિત્રતા રાખો તો દગો નહીં આપે આ વાંચન પ્રેમથી તેમનો શિક્ષણ પ્રત્યેની લાગણીનો ખ્યાલ આવે છે કાકાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ સીન્ડીકેટ તમારું મસ્તક ઉન્નત રાખીને વિચારોમાં સમજણ આપે જે સાચુ શિક્ષણ કાકા પોતાના વ્યવહાર વર્તનથી લાખો કાર્યકરોને સાચુ શિક્ષણ આપીને તેમનું ઘડતર કર્યુ છે.

કશ્યપભાઇ અયોઘ્યાયમાં કાર સેવા માટે ગયા ત્યારે કામ સેવકો પર ગોળીબાર થવાના સમાચારો આવ્યાના સમાચારો આવ્યા હતા. જેમાં રાજકોટના કારસેવકનું મૃતયુ થયાની અફવા પણફેલાય હતી. જયારે મે જેમને પુછેલું કે કશ્યપભાઇના શું સમાચાર છે ત્યારે કાકાએ કહેલું કે જે તમામ કાર સેવકોનું થશે તે કશ્યપનું થશે. ત્યારે એક પિતા તરીકે તેમની આ વાત આંચકાજનક લાગી હતી. પરંતુ આજે એ વાતને વાગોળીએ ખ્યાલ આવે છે કે આ કોઇપણ સ્થિતિમાં આપણે અને બધા એક સાથે છીએ તેનો ભાવ ફે તે અવિસ્મરણીય બાબત છે તેમ જણાવીને ઉમેર્યુ હતું. કાકાના સમયમાં તેમના માટે પાર્ટીમાં કે સરકારમાં કોઇપણ સ્થાન મેળવવું સહજ હતું. તેમ છતાં તેઓએ પોતાના માટે રાજકીય પદની અપેક્ષા રાખી ન હતી. કાકા સરકારી નોકરીયાતોને પ્રજાનાસેવક માનતા હતા. જેથી તેઓ કદી આઇએએસ કે આઇપીએસ અધિકારીને સાહેબ કહેતા ન હતા પરંતુ તેમને સન્માનથી જરૂર આપતા છતાં કાકાની આ ગુણ ખુશામત ખોટીના હાલના સમયમાં મને ખુબ સ્પર્શે છે.

દિકરીને દિકરા સમાન ગણીને વુમન એમ્પાવરમેન્ટના સાચા ગુણ કેળવ્યા: કાશ્મીરાબેન

4 5

સ્વ. ચીમનકાકાના પુત્રી અને મહિલા રાજકીય આગેવાન કાશ્મીરાબેન નથવાણીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુકે અમારા બાપ-દિકરીના સંબંધ એક વિશિષ્ટ લાગણીથી જોડાયેલા હતા. વષૅ ૨૦૦૨માં ભાજપમાંથી છૂટી પડી હતી ત્યારે પહેલીવાર એકલી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી તે હારી હતી ત્યારે પપ્પા એક સરસ ચોપડી દીકરી વ્હાલનો દરિયો લઈને આવ્યા હતા જે મારી લાઈફની અવિસ્મરણીય પ્રસંગ હતો. હંમેશા સમાજ અને કાર્યકર્તાઓની ખેવના કેવી રીતે કરવી એ મને શીખવાડયું હતુ એ શિખ આજે પણ યાદ રાખીને સમાજ સેવા કરૂ છુ દીકરી તરીકે મને ભણાવવા માટેની સ્વતંત્રતા આપી હતી મારા લગ્ન પણ મારી પસંદગીના વ્યકિત સાથે જ કરાવ્યા હતા. એનાપરથક્ષ જ ખ્યાલ આવે છે કે તેવો મહિલા સશકિતકરણ અને સ્વતંત્રતામાં માનતા હતા પપ્પાએ જે સ્ત્રીઓને સલામતી બક્ષવા એક ક્રાંતિકારી વિવાહ કરીને નારી સુરક્ષા સમિતિની રચના કરી હતી.

પપ્પાએ તેમના જીવનના છેલ્લા સમય દરમ્યાન એકાંતવાસમાં રહેતા અને થોડા બીમાર રહ્યા હતા ત્યારે તેમને બે વાતનો અફસોસ કાયમ રહ્યો હતો કે મારા કુટુંબ જેવો પરિવાર અને સંતાનોને જે સમય આપવો જોઈએ તેઓ નથી આપી શકયવો તેથી આજે સંતાનો કે કોઈને મારા માટે સમય નથી બીજુ તેઓ તેમના ઉગ્ર સ્વભાવનો અફસોસ પણ કરતા હતા એમના સાથે કામ કરતા કે એમની નીચે કામ કરતા કાર્યકરો ચિમનભાઈના ઉગ્ર સ્વભાવ હોવા છતા એમનો એટલા જ પસંદ કરતા પપ્પા સ્પષ્ટ વક્તા સત્યનોસાથ આપનાર તરીકેનો ગુણ મુખ્ય હતો આ ગુણ અમારા બધા ભાઈ બહેનોમાં આવ્યો છે. તેમ કાશ્મીરાબેને અંતમાં જણાવ્યું હતુ.

હું છું ચીમનકાકાનો માનસપુત્ર: ગોવિંદભાઈ

5 4

રાજકોટનાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ચીમનભાઈ શુકલની પુણ્યતિથિ પર અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચીમનકાકા સાથેનાં સંસ્મરણો ખુબ જ વધુ છે પરંતુ હું ચીમનકાકાનો માનસપુત્ર છું. ચીમનકાકા વિશે વધુ માહિતી આપતા ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, ચીમનકાકા બાહોશ વ્યકિતત્વ ધરાવતા હતા અને તેઓએ તેમની કારકિર્દી પક્ષનાં કાર્યકરો અને દેશહિત માટે જ પૂર્ણ કરી હતી. વ્યકિતગત વાત કરતા ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, તેઓની જે રાજકિય કારકિર્દી છે તેમને ઉજાગર કરવાનો શ્રેય પણ ચીમનકાકાનાં જ શીરે જાય છે. કોઈપણ વ્યકિતથી ડર્યા વગર સચાઈ એટલે કે સત્યતાને અડગ રહી શકતા હોય તો તે ચીમનભાઈ શુકલ જ હોય શકે. સંઘ નિર્માણ માટે અને રાજકોટનાં વિકાસમાં ચિમનભાઈ શુકલનો સિંહફાળો રહ્યો છે. તેઓ અજાત શત્રુ હોવાથી અનેકવિધ પ્રકારે અને અનેકવિધ સમયે કાર્યકરોને પ્રોત્સાહન આપી તેમનાં સુખ, દુ:ખમાં તેઓ પૂર્ણત: સહભાગી થયા છે. વ્યકિતગત વાત કરતા ગોવિંદભાઈ પટેલે ચીમનકાકા સાથેનાં સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, જયારે તેઓ તેમનાં ધર્મપત્ની સાથે પીકચર જોવા થિયેટરમાં ગયા હતા તે સમય દરમિયાન તેમનાં નિવાસ સ્થાન પર ચોરી થઈ હતી. આ ઘટનાની જાણ થતા જ ચીમનકાકા દિલ્હીથી રાજકોટ દોડી આવ્યા હતા અને પોલીસ કમિશનરને કડક શબ્દોમાં કહી ચોરીનો ભેદ ઉકેલવાની તાકિદ પણ કરી હતી. આ પ્રસંગથી એ વાત સ્પષ્ટ થાય છે કે, ચીમનકાકા તેમના કાર્યકરો માટે કોઈપણ જોખમ ઉપાડી તેમને સાથ સહકાર આપવામાં માનતા હતા. તેમની ખોટ રાજકિય રીતે હજી પણ સાલવે છે.

9

રાજકોટ-સૌરાષ્ટ્ર નહિં પરંતુ ગુજરાતના શિલ્પકાર હતા: જયોતિન્દ્ર મામા

6 2

ચીમનભાઈ શુકલની પુણ્યતિથિ નિમિતે જયોતિન્દ્રભાઈ મહેતાએ અબતક સાથે તેમનાં સંસ્મરણો વાગોળી અનેકવિધ માહિતીઓ આપી હતી. જયોતિન્દ્ર મહેતાનાં જણાવ્યા મુજબ ચીમનભાઈ શુકલ અને અરવિંદભાઈ મણિયાર રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં શિલ્પકાર હતા. આ તકે તેમનાં જણાવ્યા મુજબ જનસંઘની સ્થાપનામાં જે પાંચ મુખ્ય નામો હતા તેમાનું એક નામ ચીમનભાઈ શુકલ. ચીમનકાકા એક એવું વ્યકિતત્વ ધરાવતા હતા કે જેઓ સીધી વાત કરી લોકોને તેમના પરનો રોષ વ્યકત કરતા હતા પરંતુ તેમનો જે-તે વ્યકિત પરનો ભાવ કોઈ દિવસ ખરાબ જોયો નથી. તેઓએ તેમની આખી જિંદગી પક્ષનાં ઉથાન માટે અને દેશ નિર્માણ માટે વ્યકત કરી હતી. તેમની સાથે તો અનેકવિધ સંસ્મરણો જોડાયેલા છે કે જો તેઓને વાગોળવામાં આવે તો આખો દિવસ નિકળી જાય અને ચીમનકાકાની જે આગવી છટા નજરે પડતી હતી તે હજુ સુધી કોઈ રાજકિય નેતાઓમાં જોવા મળી નથી.

8

શ્રીફળ જેવા બહારથી કડક અને અંદરથી મીઠાં એટલે ચિમનભાઈ: મનસુખભાઈ જોશી

7 1

મનસુખભાઈ જોશીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, વ્યકિતગત જે ફાળો છે એ જનતા પક્ષને આગળ લાવવામાં હતો પરંતુ તેમના જેવા આગેવાનો ખુબ જ ઓછા રહ્યા છે. હું અને ચીમનભાઈ સામ સામે પક્ષમાં હોવા છતાં એકબીજાના વિચારોને માન આપતા રાજકીય કાર્યકાળમાં અમે પક્ષની નીતિ મતાથી ફરજ નિભાવી છે. તેમજ એકાંતના સમયમાં અમે એકબીજા સાથે બેસીને ખુબ સારો સમય પણ વિતાવ્યો છે. ચિમનભાઈ શુકલ જેવી વ્યકિતની ખોટ રાજકારણને પડી છે. તેમજ રાજકોટનાં વિકાસ અને પ્રશ્ર્નોમાં તેમનો ખુબ મોટો સિંહફાળો રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.