નાના-બાળકોએ પોતાના માતા-પિતાનું પુજન કર્યું: બાળકોને માતા-પિતા અને ગુરૂનું મહત્વ સમજાય તે હેતુથી કરાયુ આયોજન
‘ગુરૂ વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના આત્મા નહિં ! શિષ્યનું સમર્પણ અને ગુરૂને માન આપવાનો દિવસ એટલે ગુરૂ પુર્ણિમા…. આજના દિવસે સમગ્ર દેશમાં આ પવિત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જીવનની પાઠશાળામાં જેમની પાસેથી જેમને જીવન જીવવાનો સાચો માર્ગ અને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે. તેવા તમામ લોકો કે જેમને ગુરૂ માને છે. તેમને યાદ કરી તેમને અંત:કરણથી શત્ શત્ નમન કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં નિધિ સ્કૂલ ખાતે ગુરૂપુર્ણિમાંની ઉજવણી કરવામાં આવી હતી. નાના-નાના બાળકોએ પોતાના માતા-પિતાનું પુજન કરી આ દિવસની ઉજવણી કરી હતી. બાળકોમાં ઉત્સાહનો માહોલ હતો. બાળકોને આ દિવસનું મહત્વ સમજાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકના જીવનમાં માતા-પિતાનું મોટું યોગદાન યશપાલસિંહ ચુડાસમા (નિધિ સ્કુલ ટ્રસ્ટી)
નિધિ સ્કુલના ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાળકનો પહેલો ગુરૂ તેના માતા-પિતા છે. તેથી બાળકને તેનું મહત્વ સમજાય તે હેતુથી આ સુંદર આયોજન કરેલું છે. માતા-પિતા બાદ તેના બીજો ગુરૂ તેના શિક્ષક હોય છે. આજે નાના બાળકોએ હર્ષોઉલ્લાસ સાથે માતા-પિતાનું પુજન કરી આર્શિવાદ મેળવ્યા હતા. બાળકના જીવનમાં માતા-પિતાનું ખૂબ મોટું યોગદાન હોય છે.
બાળકના જીવનમાં સૌથી મોટો ગુરૂ તેના માતા-પિતા: કૃપાલસિંહ ઝાલા (વાલી)
કૃપાલસિંહ ઝાલાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારૂં બાળક અહિં અભ્યાસ કરે છે. ગુરૂ પુર્ણિમા દિવસનું મહત્વ શું છે એ સમજાયએ માટેથી સ્કૂલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.બાળકોના જીવનમાં માતા-પિતાનું ખૂબ મહત્વનું યોગદાન હોય છે ત્યારે નિધિ સ્કૂલ દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે. બાળકનો સૌથી મોટો ગુરૂ તેના માતા-પિતા હોય છે. સ્કુલ દ્વારા આ સુંદર આયોજન કરી બાળકોને તેનું મહત્વ સમજાવ્યું તે બદલ અમે પણ સ્કુલનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.