ધોરાજી ખાતે પત્રકાર એકતા સંઘ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે ૪૨ જવાનો પર આંતકવાદી હુમલામાં સહી દોરી તેના અનુસંધાને આજરોજ ગાંધી ચોક ખાતે ધોરાજી પત્રકાર એકતા સંઘ દ્વારા શહીદોના માનમાં મીણબત્તી પ્રગટાવી તેમના આત્માને પરમ કૃપાળુ આત્માને શાંતિ આપે એવી ઈશ્વર પાસેપ્રાર્થના કરેલ હતી ખાતે જે આ હુમલો થયો તેને ધોરાજીના પત્રકારોએ વખોડી કાઢેલ હતો આ તકે મજીદ મીયાં સૈયદ, અલ્પેશ ત્રિવેદી , મુનાફ ભાઈ બકાલી , રાજુભાઈ બગડા, ઘનશ્યામ ભાઈ રૂઘાણી, સાગર સોલંકી, ભોલાભાઈ સોલંકી, ચેતન ત્રિવેદી, હુશેનભાઈ કુરેશી, નરેશભાઈ પટણી, કૌશલ સોલંકી, સોંદરવા જયેન્દ્ર ભાઈ, મતીન બાપુ સૈયદ, રશ્મીન ગાંધી પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા

ધોરાજીમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા ભારતીય સેનાના સૈનિકો પર અાંતકવાદીઓએ હુમલો કરી ભારતીય સેનાના જવાનોને મોતને ઘાટ ઉતારી જે કાયરતા પગલું ભર્યું છે તેના વિરોધના ભાગરૂપે ધોરાજીના ગેલેકસી ચોક ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા પાકિસ્તાન રાષ્ટ્રધ્વજ ચપ્પલ પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને આગ ચાપી પાકિસ્તાનના આંતકવાદના પૂતળાનું દહન અને પાકિસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા આંતકવાદ ખતમ કરો આંતકવાદ ખતમ કરો અને ભારત માતાકી જયના નારા લગાવી તમામ લોકોએ વિરોધ કરી અને ત્રાસવાદને ખતમ કરવા જેહાદ કરવા જણાવેલ હતું

ધોરાજી નાં બાવલા ચોક ખાતે પણ શહીદો ને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી જેમાં બાવલા ચોક ખાતે આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.