લાંબા સમયથી બિમાર ભાજપના વરિષ્ટ આગેવાન, મધ્યપ્રદેશના રાજયપાલ લાલજી ટંડન ગઈકાલે લખનૌની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા

મધ્યપ્રદેશના રાજયપાલ અને ભાજપના વરિષ્ટ આગેવાન લાલજી ટંડને ગઈકાલે લખનૌની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા લાંબા સમયથી લીવર અને કીડનીના દર્દોથી પીડાતા ૮૫ વર્ષિય ટંડનને ૧૧મી જૂને સારવાર માટે લખનૌનોની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિમારી વાજપેયીના નજીકનાં ગણાતા લાલજી ટંડનના અવસાનથી ભાજપને પાયાના પથ્થર સમાન એક વરિષ્ટ નેતાની ખોટ પડી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બસપા સુપ્રીમો માયાવતી સહિતના મહાનુભાવોએ લાલજી ટંડનના નિધને દુ:ખની લાગણી દર્શાવીને શ્રધ્ધાંજલી વ્યકત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લાલજી ટંડનના નિધન બાદ ટવીટ કરીને દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી ટંડનનો ઉત્તર પ્રદેશમાં ભાજપને મજબુત કરવામાં મહત્વપૂર્ણ ફાળો હોવાનું જણાવીને તેઓએ હંમેશા પ્રજા કલ્યાણના કામોને પ્રાધાન્ય આપ્યું છે. લાલજી ટંડને કરેલા લોકોના કામોના કારણે હંમેશા યાદ રહેશે. તેમના નિધનથી વ્યથિત છું તેમ મોદીએ ઉમેર્યું હતુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટંડનના નિધને દુ:ખની લાગણી વ્યકત કરી હતી તેમને જણાવ્યું હતુકે લાલજી ટંડનની વિદભની દેશને એક મહાન નેતા અને સાશકની ખોટ પડી છે. યોગીએ ઉત્તર પ્રદેશમાં ગઈકાલે એક દિવસની અને ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી હતી.

લાલજી ટંડન જેમના રાખડીભાઈ ગણાતા હતા તે બસપા સુપ્રીમો માયાવતીએ પણ તેમની વિદાયને દુ:ખદાયક ગણાવીને એક લોકપ્રિય અને શ્રેષ્ઠ નેતાની ખોટ પડયાની લાગણી વ્યકત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપને મજબુત બનાવવામાં લાલજી ટંડનનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. તેઓ પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપેયીના નજીકનાં નેતાઓમાનાં એક હતા ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપેના દૂરસ્ત બાજપેયીનાં સ્થાને લખનૌ બેઠક પરથી લાલજી ટંડનને ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ વિજયી બન્યા હતા. કેન્દ્રની મોદી સરકારે ૨૩ ઓગષ્ટ ૨૦૧૮માં રોજ ટંડનને બિહારના રાજયપાલ બનાવ્યાહતા. જે બાદ તેમને મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે નિમણુંક અપાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.